રાજ્યમાં ગંદકી વ્યસન કારો માટે અનેક સરકારે કડક નિયમો બનાવ્યા છે.માવા, પાન -મસાલા ,ગુટખામાં ટેક્સ ઉપર ટેક્સ નાખવા છતાં અને મોંઘાદાટ હોવા છતાં ખાવા નું છોડતા નથી ત્યારે જે સરકારી અધિકારી બાબુ ઓ આ નિયમો બનાવે છે તે નિયમોમાં ઘણી વાર બોર્ડ મારેલા હોય છે કે વ્યસન, પાનની પિચકારી ,મસાલા ,સિગરેટ અહીંયા પીવી નહીં અને ક્યાંય ગંદકી કે પાન મસાલા ની પિચકારી મારી તો જે તે અધિકારીને ફરિયાદ કરવાની રહેશે અને ૫૦૦ થી ૧૦૦૦ નું દંડ કરવામાં આવશે, ત્યારે આવા કેટલા દંડની પહોંચ ફાટી ?અરે ભાઈ ,સરકારી બાબુઓ જ પાનની પિચકારીઓ મારતા હોય તો દંડ કરવો કોને ?હમ નહીં સુધરેંગે? GJ-18 ખાતે આવેલ સહયોગ સંકુલ બિલ્ડીંગ નવી જ બનાવેલી બિલ્ડીંગ છે ત્યારે દૂરથી એવી સરસ લાગે પણ નજીક જઈએ તો છી..છી..છી..ત્યારે દરેક કમરામાં લગાવેલ બોર્ડો જેમાં લખ્યું છે કે વ્યસન કરવું નહીં ,જ્યાં ત્યાં થુકવું નહીં, થુકદાની નો ઉપયોગ કરવો, તો અહીંયા બારીમાંથી પિચકારી મસાલાની મારવાની, તેમાં પિચકારી ના ધબ્બા દિવાલ ઉપર જાેઈ શકાય છે. ત્યારે નિયમો ઘડતા અને પરિપત્રો બહાર પાડતા અધિકારીઓ અને બાબુઓ ગંદકી અને પિચકારી મારતા હોય તો પ્રજાજનને શું કંઈ કહેવાનું રહે ખરું?