GJ-18 એટલે ગુજરાતનો તમામ વહીવટ પરિપત્ર આદેશો હુકમો અહીંથી થાય પણ ગુજરાતના દરેક ઠેકાણે ક્રિકેટનું મેદાન પણ GJ-18 માં નહીં ત્યારે GJ-18 ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની નિષ્ક્રિયતાના કારણે અનેક યુવાનો નું ભાવિ અંધકારમય બની ગયું છે ત્યારે નવયુવાનો આ ની દોડ તૂટેલી ગાંઠો મારી મારીને ગાડું ગબડાવે રાખે છે અને જે એસોસિયન હોદ્દા પર ચીપકીને વર્ષોથી બેઠું છે તેમને ફક્ત હોદ્દાનો નશો છે ત્યારે એસોસિયન ખાઈ ભજીયા અને અનેક પ્રશ્નો સાથે ઝઝૂમી રહેલું યુવા સંગઠન દરેક પ્રશ્ન કજીયા છતાં એસોસિએશન નું પાણી હલતું નથી ના થતું હોય તો પોટલાં બાંધી લો પણ જે યુવાનો કરે છે તેને કરવા દો તેઓ સુર હવે ઉઠવા લાગ્યો છે ત્યારે ૨૦ વર્ષમાં એક પણ ટુર્નામેન્ટ રમાઈ નથી પેલી ક્રિકેટની ઘોર ખોદાઈ હોય અને યુવાનો નું પતન થયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જે નવ યુવાનો આ કાર્ય સિદ્ધ કરવા મથી રહ્યા છે ત્યાં એસોસિયેશન મેથી મારી રહ્યું છે અને ક્રિકેટ ક્ષેત્રેGJ-18 ના પતનથી સિનિયર ક્રિકેટરો માં આક્રોશ છવાયો છે GJ-18 ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની નિષ્ક્રિયતાથી યુવા ક્રિકેટરો નું ભાવિ અંધકારમય બન્યું હોવાનો પણ આક્રોશ થવા પામ્યો છે
ય્ત્ન-૧૮ આટલું મોટું નગર અને તમામ ગુજરાતનો વહીવટ કરતું હોવા છતાં એક મેદાન માટે પ્રજાને વલખા મારવું પડ્યું છે પ્રજા મારી રહી છે વલખા ત્યારે એસોસિએશન ડબકા મારીને આ મુદ્દાને માળીયા ઉપર ચડાવી દે છે મેદાનો અભાવ હોવા છતાં ટુર્નામેન્ટનું આયોજન પણ કરાતું નથી રણજી અનેGDCA ખેલાડી રહી ચૂકેલા સલીલ યાદવ, રણજી પ્લેયર ઝહીર મનસુરી, રાજેશ તલિયાર, બ્રિજય શર્મા અને મંથન શર્મા પાટનગરના યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે યોગ્ય પ્લેટફોર્મ ન મળતું હોવાના મામલે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે GJ-18 ના ક્રિકેટના રસિયાઓ અને ખેલાડીઓને અન્યાય થઇ રહ્યો છે ત્યારે આ મામલેGJ-18 એવું ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનને જવાબદાર ઠેરવ્યું છે તેમણે વિગતો અનુસાર જણા જણાવું હતું કે ખેલાડીઓને મૂળભૂત સુવિધા અપાતી નથી પછીના ૨૦ વર્ષથી ટુર્નામેન્ટનું આયોજન ન થયું હોવાથી ખેલાડીઓને આગળ વધવાની અને લોકોને પ્રદર્શન પોતાનું બતાવવાની તક મળતી નથી.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન GCA સાથે ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન GDCA સંકળાયેલું છે જેથી ખેલાડીઓને વ્યક્તિ માટે મેદાન ઉપલબ્ધ કરાવવા રૂપિયા બે લાખ સુધીનું ભાડું ત્રણ કોચ માટે રોજના રૂપિયા અઢી હજારથી માંડીને બોલ સહિતનો ખર્ચ જીસીએ દ્વારા પૂરો પાડવાની જાેગવાઈ છે જાે કે આ બાબતમાં GDCA ની ઉદાસીનતાના કારણે ખેલાડીઓએ ખૂબ જ નાના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવી પડે છે અને બોલ નો ખર્ચ પણ કરવો પડે છે જીસીએની સહાયથી ગાંધીનગરમાં એસોસિયેશનનું પોતાનું ગ્રાઉન્ડ બને અને ખેલાડીઓને નિયર સુવિધાઓ સાથે પ્રોત્સાહન મળે તેવી તેમની માંગ છે.એસોસીએશનની નિષ્ફળતાના કારણો અંગે ચર્ચા કરતાં સિનિયર ખેલાડીઓએ જણાવ્યું હતું કે ૧૯૭૮માં GDCA ની સ્થાપના થઈ હતી અને પાછલા ૧૨ વર્ષથી એક જ વ્યક્તિ પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવે છે. નિયમ મુજબ દર ૩ વર્ષે ચૂંટણી થવી જાેઈએ પરંતુ વર્ષ ૨૦૧૪ જી એસોસિએશનની વાર્ષિક સભા સુદ્ધા મળી નથી યુવા ક્રિકેટર અને સભ્ય બનાવવા અને ચૂંટણી યોજીને નવા પ્રમુખ બનાવવાના મુદ્દે ખ્તઙ્ઘષ્ઠટ્ઠ અને ખ્તષ્ઠટ્ઠ ને લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી છે એસોસિએશન પાસે સુવિધા નહીં હોવાથી સિલેક્શન કેમ્પના બદલે ડાયરેક્ટ સીલેક્શન કરવામાં આવે છે અને તેના કારણે યુવા ખેલાડીઓને નુકસાન જાય છે ગાંધીનગરમાં ક્રિકેટની સ્થિતિ સુધારવા માટે સિનિયર ક્રિકેટર્સ ભેગા થઈને સેક્ટર ૮ માં અધ્યતન ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે જ્યાં ૩ કોચ દ્વારા ટ્રેનિંગ અપાય છેGDCA ના પ્રમુખ ના નેતૃત્વ હેઠળ ગ્રાઉન્ડ અને કોચ સહિત ની સુવિધાનો વ્યાપ વધારવા અને ક્રિકેટ ક્ષેત્રે ગાંધીનગરને ધમધમતું કરવાની તેમની ઈચ્છા છે પરંતુ આ મામલે પણ જવાબ ન મળતો હોવાનું તેમણે કહ્યું હતું
વધુમાં અનેક ૯ યુવાનોનો આક્રોશ હાલ જાેવાઇ રહ્યો છે ત્યારે ક્રિકેટ એસોસિયેશનના કોણ અને કેટલા સભ્યો છે તે માહિતી મળતી નથી ક્યારેય બોર્ડ મીટિંગ બોલાવવામાં આવે છે તે માહિતી ઇન બીન અને તીન જ જાણે છે. ત્યારે ખેલાડીઓને પોતાના પ્રશ્નો રાજુ ક્યાં કરવા? બોર્ડ મીટીંગ થાય તો ખેલાડી પોતાના પ્રશ્નો રજૂ કરી શકે? ત્યારે મૃતઃપ્રાય બનેલી અને ફક્ત કાગળ ઉપર રહેલી કાગવાઘ જેવી સંસ્થાના માધાતાવ હવે વાઘ બનીને યુવાનોનું કલ્યાણ કરે તેવું ખેલાડીઓ ઈચ્છી રહ્યા છે બાકી બિલાડી બનીને મ્યાઉ મ્યાઉ કરવાનું હોય તો બીજાને ચાન્સ આપો જે આવનારી પેઢી માટે કરવા ઈચ્છે છે તેને કરવા દો તેવી પણ લોકોનો સુર ઉઠવા પામ્યો છે ત્યારેGJ-18 ના યુવાનો ક્રિકેટર બનવા વલખા મારી રહ્યા છે ત્યારે વચ્ચે ટપકા મારવાનું છોડો તેવો પણ યુવાનોમા આક્રોશ જાેવા મળી રહ્યો છે.