ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?

Spread the love

ગ્લોબલ વેલ્થ ઈન્ડેક્સ 2026ના તાજા આંકડા અનુસાર આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર 3.38 લાખ કરોડ ની સંપત્તિ સાથે દુનિયાનું ત્રીજુ સૌથી ધનિક ધાર્મિક સ્થળ છે. IMF અને વિશ્વ બેંકના આંકડા અનુસાર એકલા તિરુપતિ મંદિરની સંપત્તિ દુનયાના નાના-નાના 100 દેશોને જોડીને જોવા આવે તો તેના કરતા પણ વધુ છે. આ નાના દેશોમાં સાઈપ્રસ, આઈસલેન્ડ, એેસ્ટોનિયા જેવા 100 દેશોની કૂલ જીડીપી કરતા વધુ છે.

તિરુપતિ મંદિરમાં રોજનું અંદાજિત 1 થી 5 કરોડ રૂપિયાનું દાન આવે છે.

 

ભારતના ટોપ ટેન અમીર મંદિરો

 

ભારતના જો 10 સૌથી વધુ અમીર મંદિરોની વાત કરીએ તો આ ટોપ ટેન મંદિરોની સંયુક્ત સંપત્તિ ₹9 લાખ કરોડથી વધુ છે. ગ્લોબલ વેલ્થ ઈન્ડેક્સ 2026 અનુસાર તિરુપતિ બાલાજી મંદિર ₹3.38 લાખ કરોડ ની ચલ અચલ સંપત્તિ સાથે દુનિયાનું ત્રીજુ સૌથી અમીર ધર્મસ્થળ છે.

 

તિરુપતિ બાલાજી મંદિરની સંપત્તિ 2 વર્ષમાં 35% વધી

 

તિરુપતિ બાલાજી મંદિરની સંપત્તિ છેલ્લા બે વર્ષમાં 2024 પછી 35% વધી છે. જેનુ મુખ્ય કારણ સોનાની કિમતોમાં થયેલો વધારો છે. એ સમય સોનાના ભાવ લગભગ 65 હજાર પ્રતિ 10 ગ્રામ હતા જે હવે વધીને દોઢ લાગે પહોંચી ગયા છે. આ જ કારણ છે કે તિરુપતિ મંદિરની સંપત્તિ લગભગ 35%, જ્યારે પદ્મનાભસ્વામી મંદિરની 100% અને પુરી સ્થિત જગન્નાથ પુરી મંદિરની સંપત્તિ 50% જેટલી વધી છે. જ્યારે આ મંદિરોને મળનારા રોકડ દાનમાં પણ 10 થી 12 %નો વધારો થયો છે. તિરુપતિ મંદિરની આવકનો એક મોટો હિસ્સો એ 11 ટન સોના પર મળનારા વ્યાજ માંથી આવે છે. જે દેશની વિવિધ બેંકોમાં જમા છે.

 

હિંદુ ધર્મમાં તિરુપતિ બાલાજી મંદિરનુ વિશેષ મહત્વ છે. વૈષ્ણવ સંપ્રદાય નું આ મંદિર એટલુ ભવ્ય છે કે મોટા મોટા મહેલ પણ તેની સામે ઝાંખા લાગે છે. દુનિયાના સૌથી વધુ અમીર મંદિરોમાં આ મંદિર સામેલ છે. આ મંદિરમાં દર વર્ષે 650 કરોડ રૂપિયાનું દાન આવે છે. અહીં જે લાડુનો પ્રસાદ મળે છે, તેનાથી જ મંદિરને લાખો રૂપિયાની કમાણી થઈ જાય છે. આ મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરમાં ઘણુ મોટુ ચેરિટી ફંડ પણ છે. કહેવાય છે કે આ મંદિર પાસે 11 ટન સોનાનો ભંડાર છે અને અનેક બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં ₹1400 કરોડ નું સેવિંગ છે. આ મંદિરની સુંદરતા પણ એટલી જ અદ્દભૂત છે, મંદિરની બાંધણી પણ અત્યંત સુંદર છે. અનેક કિલોમીટરમાં ફેલાયેલુ મંદિરનું પરિસર ફેલાયેલુ છે.

 

પદ્મનાભ સ્વામી મંદિર

 

પદ્મનાભ સ્વામી મંદિર પાસે પણ કરોડો રૂપિયાની સંપત્તિ છે. કેરલના તિરુવનંતપુરમમાં સ્થિત આ મંદિર ભારતના સૌથી અમીર મંદિરોમાં સામેલ છે. આ મંદિરની જાળવણી અને દેખરેખ ત્રાવણકોરના શાહી પરિવાર પાસે છે. એક અહેવાલ અનુસાર આ મંદિરની 6 તિજોરીઓમાં કૂલ 20 અબજ ડૉલરની સંપત્તિ રાખવામાં આવી છે. જ્યારે આ મંદિરના ખજાનાને ખોલવામાં આવ્યો તો તેમા અત્યંત કિમતી હિરા-જવેરાત, સોનાની મૂર્તિઓ નીકળી હતી. આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની અત્યંત મોટી સોનાની મૂર્તિ છે. જેની કિંમત 500 કરોડ થી પણ વધુ છે. હાલના વધેલા સોનાના ભાવને જોતા તેની કિંમત 800 કરોડ હોઈ શકે છે.

જગન્નાથ મંદિર ની સંપત્તિ ₹1.2 લાખ કરોડ

 

ભારતના સૌથી અમીર મંદિરોમાં જગન્નાથ પુરી મંદિરનું નામ જરૂર આવે છે. અહીં દુનિયાના ખૂણેખૂણેથી લોકો આવે છે અને લાખો રૂપિયાનું દાન ચડાવે છે. આ મંદિરમં 100 કિલોથી વધુનું સોનુ અને ચાંદીનું દાન સામેલ છે. આ મંદિર ભગવાન જગન્નાથજીને સમર્પિત છે. આ સ્થાન હિંદુઓના સૌથી મોટા તીર્થ સ્થળોમાં સામેલ છે. અહીં યોજાતી રથયાત્રા વિશ્વપ્રસિદ્ધ છે. અહીં કરોડો રૂપિયા ભક્તો દાન કરે છે. ડેટા અનુસાર પુરી સ્થિત જગન્નાથ મંદિર પાસે 60 હજાર એકર થી વધુ જમીન છે. આ જમીન ઓડિસાના 30 માંથી 24 જિલ્લામાં આવેલી છે. 6 રાજ્યોમાં પણ મંદિરની 395 એકર જમીન આવેલી છે. મંદિરમાં રહેલો ખજાનો, જમીન અને અન્ય ચલ-અચલ સંપત્તિનુ મૂલ્ય ₹1.2 લાખ કરોડ જેટલી છે.

 

કટરા સ્થિત વૈષ્ણૌદેવી મંદિર

 

હિંદુ ધર્મમાં વૈષ્ણૌદેવી માતાના દર્શનનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે જે પણ અહી વ્યક્તિ જે પણ મનોકામના કરે છે તેને માતાજી જરૂર પુરી કરે છે. આ સ્થાનને સૌથી વધુ પવિત્ર તીર્થ સ્થળ માનવામાં આવે છે. દેશના 51 શક્તિપીઠો પૈકી એક માતા વૈષ્ણૌદેવીનું મંદિર છે. આ મંદિરમાં સમગ્ર વર્ષ દરમિયાન ભાવિકો જમાવડો રહે છે. દર વર્ષે આ મંદિરને ₹500 કરોડ થી વધુનું દાન મળે છે. આ મંદિરના જવાનો રસ્તો જમ્મુથી કટરા તરફનો છે. કટરાથી યાત્રિકોને પગપાળા ચાલીને માતાના મંદિર સુધી જવાનું રહે છે. આ માર્ગમાં વચ્ચે અર્ધકુમારીનું પણ મંદિર આવે છે. જ્યાંની ગુફાનું વિશેષ મહત્વ છે.

 

શિરડી સ્થિત સાઈ બાબા મંદિર

 

મહારાષ્ટ્રના શિરડી સ્થિત સાઈ બાબા મંદિરે દુનિયાભરમાંથી લોકો દર્શનાર્થે આવે છે. આ મંદિરના બેંક ખાતામાં 380 કિલો સોનુ અને 4428 કિલો ચાંદી જમા છે. આ મંદિરમાં ડૉલર અને પાઉન્ડમાં ધનરાશિનું દાન પણ આવે છે. આ મંદિર પાસે 2000 કરોડ રૂપિયા જમા છે. આ મંદિરને સોનાનું દાન પણ કિલો માં મળે છે. દર વર્ષે મંદિરને 350 કરોડનું દાન મળે છે.

 

સિદ્ધિ વિનાયક મંદિર

 

મુંબઈમાં આવેલુ સિદ્ધિ વિનાયક મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. ભગવાન ગણેશના આ મંદિરમાં મોટા-મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર પણ માથુ ટેકવે છે. મોટી મોટી હસ્તીઓનું એવુ માનવુ છે કે બાપ્પા તેમની મનોકામના સાંભળે છે. આ મંદિરને 3.7 કિલોગ્રામ સોનાથી મઢવામાં આવ્યુ છે. આ મંદિરની સજાવટ માટે કોલકાતાના એક મોટા બિઝનેસમેને સોનુ દાન આપ્યુ હતુ. આ મંદિરમાં દર વર્ષે 125 કરોડ રૂપિયા દાનમાં આવે છે.

મદુરાઈ સ્થિત મીનાક્ષી મંદિર

 

દક્ષિણ ભારતના પ્રસિદ્ધ મીનાક્ષી મંદિરે રોજના 20 થી 30 હજાર ભાવિકો દર્શનાર્થે આવે છે. આ મંદિર પરિસરમાં 33 હજાર મૂર્તિ છે જે તેની સુંદરતામાં વધારો કરે છે. આ મંદિરમાં સૌથી ખાસ મૂર્તિ દેવી મીનાક્ષીની મૂર્તિ છે. જેને ભગવાન સુંદરેશ્વર એટલે કે ભગવાન શિવની પત્ની કહેવામાં આવે છે. આ મંદિરમાં દર વર્ષે 6 કરોડ ની કમાણી થાય છે. આ મંદિરનું પરિસર પણ અત્યંત રમણિય છે.

 

કેરલ સ્થિત સબરીમાલા અયપ્પા મંદિર

 

ભારતના સૌથી અમીર મંદિરોમાં સબરીમાલા મંદિર પણ સામેલ છે. અહીં દર વર્ષે 10 કરોડ શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે. પહાડો અને ગાઢ જંગલોની વચ્ચે આવેલુ આ મંદિર પ્રકૃતિની ગોદમાં વસેલુ છે. આ મંદિરમાં અંદર ફક્ત પુરુષોને જ પ્રવેશ મળે છે મહિલાઓને નહીં. આ મંદિરને દર વર્ષે 250 કરોડ નું દાન મળે છે.

 

દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિર

 

દિલ્હીમાં બનેલુ સ્વામીનારાયણ મંદિરને અક્ષરધામ મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર 100 એકર જમીનમાં વસેલુ છે. આ દુનિયાના સૌથી મોટા હિંદુ મંદિરોમાંથી એક છે. જેમા પૂજા નથી થતી પરંતુ અહીં 10 હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ અને વાસ્તુકલાને બતાવવામાં આવી છે. આ મંદિરમાં રોજ હજાર શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે. અહીં ભગવાન સ્વામીનારાયણની સોનાની મૂર્તિ બનેલી છે. આ મંદિર પણ સૌથી અમીર મંદિરો પૈકી એક ગણાય છે.

 

ગુજરાતનું સોમનાથ મંદિર

 

ગુજરાતના દરિયા કિનારે બનેલુ સોમનાથ મંદિર દેશના સૌથી પ્રસિદ્ધ અને અમીર મંદિરોમાં સામેલ છે. આ મંદિર ભૂતકાળમાં એટલુ ભવ્ય અને ખજાનાથી ભરેલુ હતુ કે વિદેશી આક્રાંતાઓ દ્વારા તેને અનેકવાર લૂંટવામાં પણ આવ્યુ છે. પરંતુ આજે પણ આ મંદિર એ જ શૌર્ય સાથે ફરી ઉભુ છે. આ મંદિર ગુજરાતના સૌથી સમૃદ્ધ મંદિરોમાંનુ એક છે. ભગવાન શિવનું આ મંદિર 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ છે. આ મંદિરને દર વર્ષે કરોડોનું દાન મળે છે.

 

રામ મંદિરને રોજ મળનારુ દાન લગભગ ₹1 કરોડ

 

છેલ્લા બે વર્ષોમાં અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મ ભૂમિ મંદિરની આવકમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. મંદિરની આવકનો મુખ્ય સ્ત્રોત દાન અને બેંક ડિપોઝિટ પર મળનારુ વ્યાજ છે. મંદિરની અચલ સંપત્તિઓમાં લગભગ 70 એકર જમીનનું મુખ્ય પરિસર અને તેની આસપાસની સંપાદિત જમીન છે. રામ મંદિરને મળનારા દાનની આ રકમના આ આંકડા રામ મંદિરમાં ચઢાવા ચોરીના કૌભાંડ પહેલાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *