ડિમોલિશન ભ્રષ્ટાચારમાં ‘સિટ’નો રિપોર્ટ જાહેર કરો

Spread the love

રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂૂઆત થતાં જ મહાનગરપાલિકાની કામગીરીની વાસ્તવિકતા સામે આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી લોકોના ઘરે પહોંચી રહ્યું છે. રસ્તાઓ પર અસંખ્ય ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જ્યારે પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ પૂર્ણ થઈ હોવાનું શહેરની હાલત પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

તાજેતરમાં શહેરમાં થયેલા મેગા ડિમોલેશનને ભાજપ દ્વારા ઐતિહાસિક કાર્યવાહી થઈ હોય એવું એ લોકો માની રહ્યા છે પરંતુ એ ડિમોલેશનમાં વાસ્તવિકતામાં ઐતિહાસિક ભ્રષ્ટાચાર થયો છે અને એસ.આઇ.ટી નામે સમિતિ બેસાડવામાં આવી પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, અને જે કોઈ કાર્યવાહી થઈ છે એ ફક્ત કાગળ પર થઈ છે કોઈ ભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવ્યા નથી. પરંતુ અમારો વિરોધ પક્ષ તરીકે પ્રશ્ન એ છે કે એસ.આઈ. ટી તપાસ નો રિપોર્ટ હજુ સુધી જાહેર કેમ કરવામાં આવ્યો નથી?લાગે છે કે સમગ્ર કાર્યવાહી માત્ર દેખાડો અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

 

આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટની જનતાએ ભાજપ ભરશો મૂક્યો હતો, પરંતુ આજે શહેરની વાસ્તવિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ગંદુ પીવાનું પાણી, ખાડાયુક્ત રસ્તાઓ, અધૂરી પ્રિમોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચારથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે.મેગા ડિમોલેશન બાદ રચાયેલી SIT માત્ર લોકોનો રોષ શાંત કરવાનો પ્રયાસ સાબિત થઈ છે, કારણ કે આજ સુધી કોઈ જવાબદાર સામે કડક કાર્યવાહી થઈ નથી. કોંગ્રેસ પ્રજાના હક્ક અને અધિકાર માટે સતત લડતી રહેશે. રાજકોટના લોકોને શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તાઓ અને તમામ પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી ભાજપ સરકાર અને મહાનગરપાલિકા સામે પ્રજા ના પ્રશ્નો સામે કોંગ્રેસ પક્ષ સતત લડત આપશે.

આજના આધરાના કાર્યક્રમમાં ડો. રાજદીપસિંહ જાડેજા સહિત ડો.હેમાંગ વસાવડા જસવંતસિંહ ભટ્ટી ડી.પી મકવાણા, મહેશ રાજપુત, અતુલ રાજાણી સંજય જુડિયા, મુકેશ ચાવડા, તુષાર નંદાણી, નિતીન ભંડેરી, વૈશાલી શીંદે, મેહુલ મકવાણા, રવિ જીતીયા, આદિત્યસિહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, ગોપાલ અનડકત, મુકુંદ ટાંક, નરેન્દ્ર પટેલ, હિરલ રાઠોડ, પ્રફુલાબા ચોહાણ, નયનાબા જાડેજા, હેમાંગીની બેન,, જયાબેન ચોહાણ, ભાવેશ વાઘેલા, જગુભા જાડેજા, પરેશ પરમાર, આરીફ ભોનીયા, શૈલેષ સાકરિયા,ગિરીશ ઘરસંડીયા,કેતન તાળાં,હાર્દિક પટેલ,વિજયસિંહ જાડેજા,સુરેશ ગેરૈયા,રાજુ ચાવડા, રાજુ બાબિયા,નિલેશ મારુ,મનસુખ જાદવ, ઉકેશ રબારી, જીતુ રાઠોડ, ઠાકરશી ગજેરા સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *