રાજ્યમાં માતા-બાળ મૃત્યુ દર ઘટાડવા તથા ગંભીર રોગો સામે તેમને સુરક્ષા કવચ પુરૂ પાડવા રાજ્ય સરકાર દ્વારા સઘન મિશન ઇંદ્રધનુષરસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે ગાંધીનગર મહાનગર પાલિકાના બોરીજ ખાતે સઘન મિશન ઇંદ્રધનુષ રસીકરણ અભિયાનના સ્થળની નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે મુલાકાત લીધી હતી. આ અભિયાનનો પ્રથમ તબક્કો તારીખ ૧૨ જુલાઇ-૨૦૨૧થી શરૂ કરી દેવામાં આવ્યો છે. જયારે બીજો તબક્કો ૧૭ ઓગસ્ટ-૨૦૨૧થી, અને ત્રીજો તબક્કો૧૩ સપ્ટેબર ૨૦૨૧થી શરુ કરવામાં આવશે. જેમાં જુલાઇ–૨૦૨૧થીસપ્ટેબર-૨૦૨૧ના અઠવાડિયાના ૭ દિવસ (મમતા દિવસ- બુધવાર, રવિવાર અને રજાના દિવસો સિવાયના દિવસોમાં) સેશન પ્લાન કરી રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગે મીડિયાને સંબોધન કરતાં શ્રી પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ શ્રેષ્ઠ કામગીરીના પરિણામે તાજેતરમાં નીતિ આયોગ દ્વારા આરોગ્ય ક્ષેત્રે જાહેર કરાયેલ સૂચકાંકોમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. અને આગામી સમયમાં પણ આવી જ સફળ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ રાખી આરોગ્ય ક્ષેત્રને સુદ્રઢ બનાવવામાં આવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે.તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં માતા-બાળ મૃત્યુ દર ઘટાડવા તથા ગંભીર રોગો જેવા કે,ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા ન્યુમોનિયા જેવા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રૂબેલા જેવાં ૧૦ ગંભીર રોગ સામે માતા અને બાળકોને રક્ષણ પુરૂ પાડવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. રાજ્યમાં આ કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક ૧૩ લાખથી વધુ સગર્ભા માતાઓને અને તેમના બાળકોને આવરી લેવાય છે.છેલ્લાં એક વર્ષમાં ૧૦.૨૬ લાખથી વધુ (૯૧ ટકા) બાળકોનું રસીકરણ આ અભિયાન અંતર્ગત કરાયું છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેલ્લાં બે દશકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનામાર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી છે. માતા-બાળ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો,રાજ્યમાં આરોગ્ય સેવાઓના વ્યાપમાં વધારો, બાળકોમાંરસીકરણવગેરે ક્ષેત્રોમાં ગુજરાતે પ્રશંસનીય કામગીરી કરી છે. મુખ્યત્વે શહેરી ગરીબ વિસ્તાર, દૂરગામી અંતરિયાળ વિસ્તાર, મજૂરીકામ કરતાં લોકોના બાળકોરસીકરણનું મહત્વ નજાણવાના કારણે રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અપાતી કોઈને કોઈ રસીથી વંચિત રહી જાય છે. જેના સામે રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રસીકરણ સેવાઓ રાજ્યના તમામ ગામ તેમજ શહેરી વિસ્તરોમાં મમતા દિવસના અભિયાન થકી સુનિશ્ચિત દિવસે તમામ લાભાર્થીઓને નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે. આ માટે દર વર્ષે અંદાજિત ૬ લાખથી વધુ મમતા સેશનનું આયોજન કરવામાં આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને સુદ્રઢ બનાવવા, સમગ્ર દેશમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા “મિશન ઇન્દ્ર ધનુષ” નું અમલીકરણ તારીખ ૨૫ ડીસેમ્બર, ૨૦૧૪ ના રોજથી શરૂ કરવામાં આવ્યું છે જેમાં રસીકરણ સેવાથી વંચિત રહી ગયેલા બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આવરી લેવાશે. રાજયમાં મિશન ઇન્દ્રધનુષના ૨૦૧૫ થી ૨૦૨૧ દરમ્યાન કુલ ૧0 ફેઝનું સફળ અમલીકરણ કરાયુ છે. આ ૧૦ ફેઝ દરમ્યાન કુલ ૮,૪૬,૩૦૨ બાળકો અને ૧,૯૯,૧૨૫ સગર્ભા સ્ત્રીઓને ૧,૮૫,૫૩૦ વધારાના રસીકર /મમતા સેશનનું આયોજન કરી રસીકરણ સેવાઓ અંતર્ગત આવરી લેવાયા હતા.સઘન મિશન ઇન્દ્રધનુષનો ઉદેશ, રાજ્યના 0 થી ૨ વર્ષ સુધીના કોઇપણ બાળકો કે સગર્ભા માતા રસીકરણથી વંચિત ન રહે અને ૧૦૦% રસીકરણ હાંસલ કરવાનો છે. વધુમાં, બે વર્ષથી વધુ ઉમરના બાળકોને પણ કોઈ પણ રસીકરણ સેશન પર બાકી રહી ગયું હોય તો તેમને પણ રસી મૂકવાનું આયોજન છે. આ અભિયાન દરમિયાન ૧૯,૧૪૦ બાળકો અને ૨૭૫૯ સગર્ભા માતાને ૩૬૭૦ વધારાના સેશનપ્લાન કરીને આવરી લેવામાં આવશે. તેમજ ૮૧,૭૭૦ બાળકોને રૂટિન ઇમ્યુનાઇઝેશન – ડેમમતા દિવસે (બુધવાર) આવરી લેવામાં આવશે.