સ્વચ્છતા અભિયાનનું બ્યુંગલ  ભાજપે વગાડ્યું અને કોંગ્રેસે કચરાપેટીમાં કચરો ઢાલવી અણીશુંધ્ધ કોંગ્રેસે કરી

Spread the love

ભારતમાં વડાપ્રધાનથી લઈને ગુજરાતનાં મુખ્યમંત્રી સ્વછતા ઉપર ભાર મૂકી રહ્યા છે. ત્યારે ખરેખર જોવા જઈએ તો રાજકીય રીતે અત્યારે ભેળસેળ અને સૌથી વધારે કચરો ભાજપમાં ઘુસી ગયો હોય તેવું જન સંધના નેતાથી લઈને કાર્યકરો જે ભાજપમાં છે તેમાં ચર્ચા ચાલી રહી છે. વર્ષો જુના એવા કાર્યકરો એ પક્ષને સિંચિને  જે મજબૂતાઈ લાવીને સતત 22 વર્ષથી આજે પણ ગુજરાતમાં એક હથ્થું શાસન ભાજપ ભોગવી રહ્યું છે. તે કાર્યકરોની દેન છે. તેમાં બે મત નથી.  ત્યારે હવે કોંગ્રેસમાથી ઉપાડી ઉપાડીને ભાજપમાં શંભુમેળો ભેગો કરતાં ભાજપમાં જ અંદરો- અંદર ડખા વધી ગયા છે. ત્યારે કોંગ્રેસમાં હવે શુધ્ધ અણીશુધ્ધ કોંગ્રેસ થઈ રહી છે. ત્યારે તસવીરમાં  કોંગ્રેસનાં જુના જોગી એવા કોંગ્રેસનાં મહામંત્રી  હિમાંશુ પટેલ પોતે કપિરાજોને  બિસ્કિટ ખવડાવીને જે રેપર હતું તે બિસ્કીટના રેપર કચરાપેટીમાં નાખતા નજરે પડે છે. ત્યારે એક કિલોમીટર દૂર થી આ તસવીર લઈને રેપર બહાર નાખે છે, કે કચરામાં તે કેમેરામાં કેદ થઈ ગયા હતા. ત્યારે તેમણે રેપર કચરાપેટીમાં નાખ્યું, ત્યારે આવી રીતે કોંગ્રેસનો મોટા ભાગનો કચરો કચરાપેટીમાં પૂરજોશમાં જતો રહ્યો છે અને અણીશુધ્ધ કોંગ્રેસ થઈ છે.

તસવીરમાં કોંગ્રેસનાં પ્રવક્તા પોતે કચરાપેટીમાં કચરો નાખતા નજરે પડે છે. ત્યારે ઘણીવાર પક્ષ પાર્ટીએ એવા આદેશો અને એવા નિર્ણયો પણ લઈ લીધા ત્યારે પણ આ પ્રવકતાઓ પાર્ટીને વફાદાર રહ્યા છે. કહેવત છે, કે જાનૈયા લગ્નના ગીત ગવાય, બેન્ડબાજા તૈયાર હોવા છતાં ઉપરથી નવો મૂરતીયો આવી જાય અને મુરતીયો બદલાઈ જાય, નવા મુરતીયોને ટિકિટ મળ્યા બાદ પણ કાઇ ઉકાળી શકે નહીં, પણ કોટા પ્રકરણમાં વર્ષોજુના કાર્યકરોના લીસોટા પડી જતા હોય છે. તેવી સ્થિતિ તસવીરમાં દેખાતા હિમાંશુ પટેલ, નિશિત વ્યાસ, જયરાજસિહ પરમાર, મનીષ દોષી થી લઈને અનેક લોકોની થઈ છે. હા બાકી ડિબેટ હોય કે જાહેરમાં ચર્ચા કરવાની હોય તો બાઅદબ હંફાવી રહ્યા છે. ત્યારે નિમિષ શાહ ડિબેટમાં હંફાવે છે અને ગમે ત્યાં ચાની કીટલી હોય કે કોઈપણ જગ્યાએ પક્ષની વાત હોય  એટલે ફાયર કર્યા વગર રહે નહીં. ત્યારે આ જુના જોગિયોની પાર્ટીએ કદર કરવાની જરૂર છે, જોવા જઈએ તો બોબડા કરતાં બોલતા હોય તે સારા, બોલે એના બોર વહેચાય, ત્યારે સંસદમાં ભલે કોંગ્રેસની સીટો ઓછી હોય પણ આ યુવાનોને મોકલવાની જરૂર છે. ત્યારે કોંગ્રેસમાં સાફ- સફાઈથી લઈને સ્વચ્છતા અભિયાનમાં પ્રજાને કચરો સાફ કરી નાખ્યો છે અને ભેળશેળિયાઓને હાંકી કાઢ્યા છે. ત્યારે હવે ભાજપમાં જવા અને થનગનતા કોંગ્રેસનાં ધારાસભ્યો ને પણ પ્રજાએ લાલ લાઇટ બતાવીને  રુકજાવ નહિતર હવે જે હાલ પાર્ટી પક્ષ છોડીને ગયા  તેમના જેવા હાલ ન થાય તે શાનમાં સમજાવી દીધું છે. ત્યારે હવે રાહુલગાંધીએ યુવાનોને પ્રાધાન્ય આપીને  રાજ્યસભામાં ફાયર બ્રાંડોને મોકલવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com