MORBI:મોરબી મહાનગરપાલિકા પોતે જ પાણીમાં ગરકાવ! કમિશનરની ચેમ્બર બહાર છત ટપકી, જોખમી સ્થિતિથી અરજદારોમાં ફફડાટ

Spread the love

મોરબી મહાનગરપાલિકા પોતે જ પાણીમાં ગરકાવ! કમિશનરની ચેમ્બર બહાર છત ટપકી, જોખમી સ્થિતિથી અરજદારોમાં ફફડાટ

 

મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે એક ગંભીર અને જોખમી સ્થિતિ સામે આવી છે. મહાનગરપાલિકાના કમિશનરની ચેમ્બરની બિલકુલ બહાર છતના મોટા પોપડા ઉખડેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.

 

સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ પોપડામાંથી સતત પાણી ટપકી રહ્યું છે, જેના કારણે સિમેન્ટ અને પ્લાસ્ટર નબળું પડી ગયું છે અને કોઈપણ સમયે છતનો મોટો ભાગ તૂટી પડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.દરરોજ કમિશનર કચેરી ખાતે અનેક અરજદારો પોતાના કામકાજ અર્થે આવતા હોય છે, સાથે જ મહાનગરપાલિકાના કર્મચારીઓની પણ સતત અવરજવર રહેતી હોય છે.આવી જોખમી સ્થિતિને કારણે કર્મચારીઓ અને અરજદારોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જો વહેલી તકે આ અંગે સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે.

 

બિજી બાજું મોરબી મહાનગરપાલિકા કચેરી બની જળબંબાકાર મોરબી મહાનગરપાલિકા કમિશનરની ચેમ્બર બહાર છતના પોપડા ઉખડવા અને પાણી ટપકવાની જોખમી સ્થિતિ વચ્ચે હવે મહાનગરપાલિકા કચેરીમાં પાણી ભરાયા હોવાની ગંભીર માહિતી સામે આવી છે.

વરસાદ બાદ મહાનગરપાલિકા કચેરી પરિસરમાં પાણીના મોટા-મોટા તળાવડા ભરાઈ ગયા છે અને આખું પરિસર જળબંબાકાર બન્યું છે. સમગ્ર શહેરને વિકાસના પંથે લઈ જવાની અને રાહ બતાવવાની જવાબદારી ધરાવતી મહાનગરપાલિકા પોતે જ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે.કચેરીની અંદર જ આ પ્રકારે પાણી ભરાઈ જવાથી તંત્રની પ્રી-મોનસૂન કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થા સામે ભારે સવાલો ઊભા થયા છે. જ્યારે મુખ્ય કચેરીની જ આ દુર્દશા હોય, ત્યારે શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેટલી દયનીય હશે તેને લઈને પણ શહેરીજનોમાં રોષ અને પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *