ગુજરાતમાં ભાજપ ૨૩ વર્ષથી એકહથ્થું શાસન ચાલી રહ્યું છે. ત્યારે ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન અનામત આંદોલનનો લાભ કોંગ્રેસને મળ્યો હતો. ત્યારે જીજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ, અલ્પેશજી ઠાકોર જેવા નેતાઓ ભાજપ સામે રણસીંગુ ફુકતા કોંગ્રેસની સીટો સારી એવી આવી હતી. પણ સત્તા પ્રાપ્તિ અને સરકાર બનાવવા ભોજન દૂર રહી હતી. ત્યારે કોંગ્રેસ માં એન્ટ્રી મેળવેલા અલ્પેશજી ઠાકોરને કોંગ્રેસે મહત્વનું પદથી લઇને ટીકીટોમાં પણ ક્વોટો ફાળવ્યો હતો. ત્યારે આ ક્વોટામાં અલ્પેશની ટીકીટતો ખરી પણ સાથે-સાથે ગેનીબેન ઠાકોર, ગોવિંદજી ઠાકોર, થી લઇને ધવલસિંહ ઝાલાને પણ ટીકીટ અપાવી હતુ. ત્યારે ગોવિંદજી ઠાકોર ચૂંટણી હારી ગયા હતા. અને ત્રણ ઉમેદવારોમાં અલ્પેશજી, ગેનીબેન, ધવલસિંહ ઝાલા, ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ અલ્પેશજી નો ભાજપ તરફ ઝુંકાવ વધતાં અલ્પેશજી અને ધવલસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જાેડાતા અને ભાજપ દ્વારા ભાજપના લેવલ ઉપર ચૂંટણી જીતવા કમરકસી પણ હારી ગયા હતા. ત્યારે લીલીપેનથી સહી કરીને મંત્રી નબવાનું સપનું અધુરુ રહી ગયું હતું. ત્યારે હાર્દિક પટેલની સ્થિતિ પણ કોંગ્રેસમાં હાલ સારી નથી, તેવું અનેક લોકોના વિનેદનો આવીરહ્યા છે. ત્યારે હાર્દિક પટેલનું જે લેવલ અને નામ હતું તેનો ઉપયોગ કોંગ્રેસ કરી શકી નહીં, ત્યારે અત્યારે બાવના બેઉ બગડ્યા હોય તેમ હાર્દિક ભાજપમાં તો જાય નહીં, અને કોંગ્રેસમાં જાેઇએ તેવાં વજન પડતો નથી, કોંગ્રેસમાં અંદરો-અંદરના ખટરાગના કારણે હાર્દિક ને પક્ષમાં જાેઇએ તેવામાં ઉપયોગ કરાતો નથી, ત્યારે અંડર કરંટ હાર્દિક નારાજ છે. પણ જવુંક્યાં? ત્યારે આવનારા દિવસોમાં હાર્દિક માટે એક જ રસ્તો હશે, તે આપ પાર્ટી છે, કારણ કે ચુસ્તથી લઇને તમામ જગ્યાએ આપ પાર્ટીનું કદ વધી રહ્યું છે. કોંગ્રેસના સંદરો-અંદરના ખટરાગના કારમે આપ કાચબાની ગતિએ વર્ક કરીને મજબૂત નબી રહ્યં છે. ત્યારે હાર્દિક પટેલ નો જે ટેમ્પો ૨૦૧૫માં જામેલો હતો તે ટેમ્પો હવે જામવો અશક્ય છે, હા, અનામી ને જનરલ ને મળી તેમાં મહત્વ ફાળો હાર્દિકનો રહ્યો છે,
ર્ંમ્ઝ્ર માટે લડતા અલ્પેશજી ઠાકોર પહેલાં કોંગ્રેસમાં ગયા અને બાદમાં ભાજપમાં જઇને મંત્રી બનવાના સપના જાેતાં પેટા ચૂંટણી લડ્યા પણ હારી ગયા, બાદમાં ભાજપમાં અલ્પેશજીનું વજન નીચું થઇ ગયું છે. જાેવા જઇએ તો અલ્પેશજીની છીંકણી સુંઘવા હાલ કોઇ તૈયાર નથી, ત્યારે હવે કોરોનાની મહામારી બાદ ફરી સક્રીય થઇને હમણાંજ બનાસકાંઠા ખાતે એક કોલ્ડ સ્ટોરેજ હગાઉસમાં મીટીંગ કરી હતી. પણ ભાજપને હવે કોઇ ફરક પડતો નથી, અલ્પેશજી કરતાં બીજા ઘણાજ ઠાકોર સમાજના યુવાનો ભાજપમાં જાેડાયા છે, ત્યારે ભાજપે અલ્પેશજી સામે બેલન્સીટ નબાવી દીધી હોય તેવું લાગે છે. ત્યારે ભાજપમાં હવે જાેઇએ તેવું અલ્પેશજીનું ઉપજતું નથી, ત્યારે કોંગ્રેસમાં જવાની જે અફવાઓ નું બજાર ગરમ છે, તેમાં જાે કંગ્રેસ અગાઉ જેટલું કોઇને ન આપ્યું હતું તેવું પદથી લઇને ટીકીટોની ફાળવણીની કમીટીમાં પણ અલ્પેશજીને રાખ્યા હતાં. ત્યારે હવે કોંગ્રેસનો ફરી અલ્પેશજીને એન્ટ્રી આપે તો અલ્પેશજીને પ્રજા, કોંગ્રેસના કાર્યકરો સ્વીકારે ખરા? શંકરસિંહ વાઘેલા જેવા નેતાને પણ એક સમયે પાર્ટીને નુકશાન જાય તો ભલે જાય, પણ કોઇ સમજાેતા નહીં, થાય. ત્યારે હવે અલ્પેશજી માટે બાજપમાં પાંચીયું ઉપજતું નથી, ત્યારે કોંગ્રેસમાં જવા કદાચ તલપાપડ થાય તો પણ કોંગ્રેસ હવે જે અગાઉ પાવર રાખ્યો હતો, તે કદાચ માપમાં હશે, પણ હવે આ ભૂલ કોંગ્રેસ કરશે ખરી? ત્યારે ત્રીજા નેતા એવા જીગ્નેશ મેવાણી પોતે અપક્ષ ઉમેદવાર તરીકે એમ.એલ.એ તરીકે ચૂંટાયેલા છે.ત્યારે આ બધા નેતા માં સૌથી બુદ્ધિજીવી અને હોશિયાર અને શિસ્તમા રહ્યા હોય તો મેવાણી છે. કારણકે તેમણે કહ્યું હતું કે હું રાજકીય પક્ષનો હાથો નહિ બનુ, પણ બન્યા નથી, પોતે અપક્ષ લડીને ચૂંટણી જીત્યા છે ,હા કોંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઉભો ન રાખીને એક તરફી મદદ કરી છે, તેમાં બેમત નથી ત્યારે અલ્પેશજી કોંગ્રેસમાંથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા ,પણ ભાજપમાં જઈને બની શક્યા નહીં, ત્યારે ભાજપ ની પેટા ચૂંટણીમાં અલ્પેશજી અને ધવલસિંહ હારી ગયા કે હરાવ્યા ? તે યથાર્થ પ્રશ્ન છે. કારણકે હમણાં જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા તેમાં તમામે તમામ ચૂંટાયા હતા.જે સીટ ભાજપ ને જીતવાની કલ્પના ન હતી તે પણ જીતી લાવ્યા હતા. તો અલ્પેશજી અને ધવલસિંહ ઝાલા ચૂંટણી હાર્યા કઈ રીતે? તે યથાર્થ પ્રશ્ન છે. હવે જાેવા જઈએ તો બાવાના બેઉ બગડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જીગ્નેશ મેવાણી પોતે એમ. એલ.એ.પણ છે અને અપક્ષ હોવાથી કોઈની રોકટોક નથી,ત્યારે લેવલ હાલ હાર્દિકનું અને અલ્પેશજી નું નીચે જતું રહ્યું છે,જે પહેલા ટેમ્પો જમાવ્યો હતો હવે એ ટેમ્પો જામવો અશક્ય છે ,ત્યારે ભાજપ કોંગ્રેસ બાદ હવે ત્રીજા પક્ષ તરીકે આપ ઉભરી આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પોતે સત્તા પ્રાપ્તિ માટે જે જન આંદોલનથી લઈને અનેક કાર્યક્રમો કરવા જાેઈએ તેમાં સક્રિયતા જાેઈએ એવી નથી,કારણકે કાર્યકરોનો અભાવ અને કાર્યકરોની નિષ્ક્રિયતા જાેવાઈ રહી છે.
આપ પાર્ટી હાલ બિલ્લી પગે અને કાચબાની ગતિએ નવા કાર્યકરોને જાેડવા અને નવો ટેમ્પો જમાવવા કોશિષ કરી રહી છે ,અને જાેવા જઈએ તો આપમાં રોજબરોજ અને કાર્યકરો જાેડાઈ રહ્યા છે્, ત્યારે જાે કોંગ્રેસ ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં આપ પાર્ટી બીજા પક્ષ તરીકે ઉભરી આવે તો નવાઈ નહીં, કોંગ્રેસ દ્વારા જે આંદોલનો મોંઘવારીના પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાના સામે પ્રદેશ પ્રમુખ પોતે હાજર હોવા છતાં માંડ ૧૦૦ માણસોની સંખ્યા હોય અને તેમાં મોટાભાગના નેતાઓ તો કાર્યક્રમે ક્યાં? કાર્યકરોની દુષ્કાળ જેવી સ્થિતિ કોંગ્રેસમાં છે. ત્યારે આપ પાર્ટી નો જે રીતે વ્યાપ વધી રહ્યો છે,તે જાેતા આવનારા દિવસોમાં જે જન આંદોલન થશે તે કોંગ્રેસ કરતા આપનું સંખ્યાબળ કાર્યકરોનું વધારે હશે તેમાં બેમત નથી, ભાજપમાં અનેક કાર્યકરો વર્ષોથી હોવા છતાં કામ ન થતા કાર્યકરો નારાજ હતા, પણ સી આર પાટીલ આવ્યા બાદ ભાજપમાં નાના કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા અને ઓક્સિજન આપવામાં મજબૂત રહ્યા છે, ત્યારે કોંગ્રેસ માટે તો ૨૦૨૨ ની ચૂંટણી કપરા ચઢાણ છે અને હજુ સત્તાથી દૂર જ રહેશે તેમાં બેમત નથી,ત્યારે આ પાર્ટીનું જે રીતે વધી રહેલું વર્ચસ્વ સત્તાધારી પક્ષ માટે અને ખાસ કોંગ્રેસ માટે ટેન્શન રૂપ બનવાનું છે તેમાં બેમત નથી, સૌરાષ્ટ્ર અને ગ્રામ્ય વિસ્તારોમાં આપનો વધતો વ્યાપથી કોંગ્રેસમાં કોઈ નવા કાર્ય કરો જાેડાયા હોય તેઓ ક્યાંય જાેવાતું નથી , હજુ કોંગ્રેસ દ્વારા પ્રદેશ લેવલની બોડી ડિકલેર કરવામાં પણ સમય નીકળી રહ્યો છે. ત્યારે એકબીજાના ઝભ્ભા ખેંચના કારણે કોંગ્રેસ જાેઈએ તેટલી મજબૂત થઈ શકીનથી, આવનારા દિવસોમાં ભાજપ દ્વારા અત્યારથી ૨૦૨૨ ની ચૂંટણીઓની તૈયારી આરંભી દીધી છે પણ ખાટલે મોટી ખોટ હોય તેમ કોરોનાની મહામારી માં ભાજપનું જે ધોવાણ કરેલા કામોનું થયું છે તેને ઓક્સિજન રૂપી મજબૂત કરવા ગ્રાઉન્ડ બનાવવા તૈયારીઓ આરંભી દીધી છે, પણ મોટી લાર્જેસ્ટ પાર્ટી હોવા છતાં,કાર્યકરોની દરેક કાર્યક્રમમાં હાજરી ઓછી દેખાતા રસ ઊડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.