Paper Leak મુદ્દે PM મોદીનો મોટો સંદેશ, પરીક્ષામાં સુધારા માટે હાઈ પાવર ટાસ્ક ફોર્સની રચના કરવાની કરી જાહેરાત.

Spread the love

પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ વીડિયો સંદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે મોટા પગલાં લેવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત પરીક્ષા સુધારા માટે હાઈ પાવર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ જાણીતા ટેકનોલોજી નિષ્ણાત અને નંદન નીલેકાણી કરશે. ટાસ્ક ફોર્સનો ઉદ્દેશ્ય દેશમાં યોજાતી વિવિધ પરીક્ષાઓની પ્રક્રિયાનો અભ્યાસ કરીને તેમાં જરૂરી સુધારા સૂચવવાનો રહેશે. વડાપ્રધાન મોદીએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું કે પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય તે સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે ટેક્નોલોજીનો વધુ અસરકારક ઉપયોગ, મજબૂત સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારી નક્કી કરવાની જરૂર છે.

 

પરીક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ અંગે સમીક્ષા કરશે

 

નવી ટાસ્ક ફોર્સ પરીક્ષા આયોજન, પ્રશ્નપત્રની સુરક્ષા, ઓનલાઈન પ્રક્રિયાની વિશ્વસનીયતા, ડેટા સુરક્ષા અને પરીક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ અંગે સમીક્ષા કરશે. આ સમિતિ નિષ્ણાતોના સૂચનોના આધારે ભવિષ્ય માટે વધુ મજબૂત પરીક્ષા માળખું તૈયાર કરવા માટે ભલામણો આપશે.

 

પેપર લીક જેવી સમસ્યાઓનો કડક રીતે સામનો કરવો જરૂરી

 

સરકારનું માનવું છે કે આધુનિક ટેક્નોલોજી અને નિષ્ણાતોના માર્ગદર્શનથી પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવી શકાય છે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિશ્વાસ જાળવવા માટે પેપર લીક જેવી સમસ્યાઓનો કડક રીતે સામનો કરવો જરૂરી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને ન્યાયસંગત અને સુરક્ષિત પરીક્ષા વ્યવસ્થા મળવાની આશા છે. નવી ટાસ્ક ફોર્સ દ્વારા આપવામાં આવનારી ભલામણો આગામી સમયમાં દેશની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *