ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા ચર્ચિત ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ (Rajkumar Jat Death Case) સંદર્ભે એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી છે. કોર્ટે કેસ સાથે જોડાયેલા તમામ રિપોર્ટ્સ અને દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો છે.
યોગ્ય તપાસ કરવાના આદેશો જારીસુનાવણી દરમિયાન હાઈકોર્ટે ખાસ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, મૃતક રાજકુમાર જાટના નગ્ન ફરવા અને તે અંગેના સીસીટીવી (CCTV) ફૂટેજની બાબતમાં અત્યાર સુધીના તપાસ રિપોર્ટ સાયલેન્ટ છે, જે ગંભીર બાબત છે. આ મામલે સત્ય બહાર લાવવા માટે મૃતકના નગ્ન ફરવા સંબંધિત ઘટના અને સીસીટીવી ફૂટેજ મુદ્દે યોગ્ય તપાસ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.
Rajkumar Jat Case: 25 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે
કોર્ટની ગંભીર નોંધ બાદ સરકારી વકીલ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ સમગ્ર મામલાની તપાસ હવે નાયબ પોલીસ અધિક્ષક (DySP) કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવશે. આ કેસની આગામી સુનાવણી હવે આગામી 25 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં આગળના અહેવાલો રજૂ કરવામાં આવશે.
