GJ-18 ખાતે આજ રોજ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ ભાવ વધારા સામે સાયકલ રેલી કાઢી હતી.

Spread the love

દેશમાં કોરોનાની મહામારી બાદ હજું પ્રજાજનો માંડ ઉગરી રહ્યા છે ત્યારે પડતામાં પાટુ હોય તેમ પેટ્રોલ, ડીઝલનાં ભાવ ભડકે બળી રહ્યા છે આજે પેટ્રોલ ગુજરાતમાં સેન્ચ્યુરી મારી ગયું છે ત્યારે આના કારણે ફૂગાવો પણ વધ્યો છે અને દૂધ, દહીંથી લઈને છાશમાં પણ દરેક કોથળી દીઠ ૧ રૂપિયાનો વધારો કરીને અનેક મહિલાઓના ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા ” નહીં માંગીએ અચ્છે દિન,કોઈ લૌટા દો મેરે બિતે હુએ દિન” સૂત્ર સાથે GJ-18 નગરમાં સાયકલયાત્રા મોંઘવારીની કાઢી હતી ત્યારે ગેસનાં બાટલામાં પણ અસહ્ય ભાવવધારો થતાં ગૃહિણીઓ પણ હવે રાડો પાડવા લાગી છે ત્યારે મોંઘવારીના મારથી પ્રજા બેવડાઈ ગઈ છે ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સુર્યસિહ ડાભી, પ્રદેશનાં નીશીત વ્યાસ, પૂર્વ વિરોધપક્ષનાં નેતા શૈલેન્દ્રસિંહ વિહોલા,અરવિંદ પટેલ,ચીમન વિંઝુડા, રાજેન્દ્ર વાઘેલાથી લઈને નવયુવાનો દ્વારા રેલી દરેક સેક્ટરમાં ફરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *