મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ગાંધીનગરમાં કેંદ્રીય રેલવે મંત્રીશ્રીએ ફળદાયી બેઠક યોજી હતી.

Spread the love

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટમાં કેંદ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે ગઈકાલે ગાંધીનગર રેલવે સ્ટેશન તેમજ અન્ય રેલવે પ્રોજેક્ટ ના પ્રધાનમંત્રી શ્રી ના હસ્તે થયેલા વર્ચ્યુઅલ લોકાર્પણ માં ગાંધીનગર થી પ્રત્યક્ષ સહભાગી થવા રેલવે મંત્રી ગુજરાતની મુલાકાતે હતા અને મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક યોજી હતી
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓની આ સેમી હાઇસ્પિડ રેલ માર્ગ અમદાવાદ સાથેની કનેક્ટિવિટી વધુ સુવિધાપૂર્ણ, ઝડપી, માર્ગપરના ટ્રાફીકને હળવો કરનારી અને પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશનને વેગ આપનારી બનશે.
અમદાવાદ-રાજકોટ વચ્ચેનું ૨૨૫ કિમીનું અંતર આ સેમી હાઇસ્પિડ રેલની ૨૨૦ કિમી પ્રતિકલાકની ઝડપના પરિણામે બે કલાકથી પણ ઓછા સમયમાં પુરૂ થશે.
આ પ્રોજેક્ટના DPR વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરીને ભારત સરકારના રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યા છે તે પણ નિર્ણાયક આખરી તબક્કામાં છે. આ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ઝડપથી અમદાવાદ આવીને અને ભવિષ્યમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન શરૂ થતા એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રથી મુંબઇ જઇને પરત આવવાની સગવડ મેળવી શકશે. મુખ્યમંત્રીશ્રીએ ફાટક મુક્ત ગુજરાતનો જે સંકલ્પ કર્યો છે અને રાજ્યના શહેરો, નગરોમાં રેલવે ફાટકને પરિણામે ટ્રાફીક સમસ્યા, ઇંધણ અને સમયનો જે વ્યય થાય છે તે દુર થાય, લોકોને ઇઝ ઓફ લિવિંગ-ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન મળે તેવો આ પ્રોજેક્ટનો મુળ હેતુ છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય રેલવેમંત્રી સાથે ફાટકમુક્ત ગુજરાત સંદર્ભે પણ ફળદાયી પરામર્શ કર્યો હતો.• રેલવે મંત્રાલય દ્વારા આ હેતુસર મળી રહેલા સહયોગ માટે પણ મુખ્યમંત્રીશ્રીએ રેલ મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો રેલવેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે પણ ગુજરાતના આ મહત્વકાંક્ષી અને મુખ્યમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટ વેળાસર પૂર્ણ થાય તે માટે તેમના મંત્રાલય તરફથી જરૂરી યોગ્ય મદદ-સહાયની ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com