‘ઓસ્ટ્રેલિયા ગયો છે’ કહી બે વર્ષ સુધી પરિવારને ભટકાવ્યા, હવે ખુલ્યો હત્યાનો સનસનાટીભર્યો રાજ

Spread the love

જામનગર શહેરના GIDC વિસ્તારમાં આવેલા શિવમ પાર્કની એક ફેક્ટરીમાંથી 12 ફૂટ ઊંડા ખાડામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં બે વર્ષ જૂના હત્યાકાંડનો(Jamnagar Murder Case) સનસનાટીભર્યો ભેદ ઉકેલાયો છે. મૃતકની ઓળખ જીગ્નેશ તરીકે થઈ છે. પોલીસે આ કેસમાં મૃતકની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ માવડીયા, તેના પ્રેમી નિલેશ કછેટીયા અને પરપ્રાંતીય બલવીર વર્માની ધરપકડ કરી છે.ફેક્ટરી પરિસરમાંથી મળી આવેલા (GIDC Murder) માનવ કંકાલને (Human Skeleton) ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ કંકાલની ઓળખ અને મૃત્યુના કારણ અંગે વૈજ્ઞાનિક તપાસના આધારે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.

 

‘ઓસ્ટ્રેલિયા ગયો છે’ કહી પરિવારને બે વર્ષ સુધી ગેરમાર્ગે દોરાયો

 

મૃતકના ભાઈ અશોક માવડીયાના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી પરિવાર જ્યારે જીગ્નેશ વિશે પૂછતો હતો ત્યારે આરોપીઓ દ્વારા સતત એવો જવાબ આપવામાં આવતો હતો કે તે ઓસ્ટ્રેલિયા ગયો છે. જોકે, પરિવારને શંકા જતાં તેમણે જીગ્નેશ સાથે સીધી વાત કરાવવા અથવા તેનો સંપર્ક નંબર આપવા માંગણી કરી હતી.

 

પોલીસ ફરિયાદની ચીમકી બાદ હત્યાની કબૂલાત

 

જ્યારે પરિવારજનોએ (Jamnagar Police) સ્પષ્ટ જણાવ્યું કે સંપર્ક ન મળ્યો તો તેઓ ગુમશુદગીની ફરિયાદ નોંધાવશે, ત્યારે આરોપીઓ ઘેરાઈ ગયા હતા. ફરિયાદની ભીતિ વચ્ચે આરોપીઓએ મૃતકના ભાઈને ઘરે બોલાવી જીગ્નેશની હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ પરિવારજનો તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા અને લેખિત ફરિયાદ નોંધાવી હતી.

 

સાત વર્ષથી અલગ રહેતું દંપતી, ત્રણ દીકરીઓ છે

 

તપાસમાં સામે આવ્યું છે કે જીગ્નેશ અને તેની પત્ની છેલ્લા સાત વર્ષથી અલગ રહેતા હતા. દંપતીને ત્રણ દીકરીઓ છે. પરિવારના જણાવ્યા અનુસાર, જીગ્નેશને દારૂ પીવાની કોઈ કુટેવ પણ નહોતી.

 

પોલીસની તપાસ વધુ તેજ

 

પોલીસે પત્ની, તેના પ્રેમી અને અન્ય એક આરોપીની ધરપકડ કરીને સમગ્ર હત્યાકાંડના કારણો, હત્યાની રીત અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. FSL રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *