જ્યારે પણ આપણે બજારમાં કે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો વસ્તુના ભાવ હંમેશા 1 રૂપિયો ઓછા હોય છે. આજકાલ તેના પર મીમ્સ પણ બનાવવામાં આવે છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આખરે કેમ માત્ર 1 રૂપિયો ઓછો કરી ભાવ રાખવામાં આવે છે? તેની પાછળ શું લોજિક છે? જો તમે નથી જાણતા તો આવો તેના વિશે જાણીએ.
બ્રાન્ડ્સ પોતાની પ્રોડક્ટ્સની કિંમત 99, 199 કે 999 રૂપિયા કેમ રાખે છે?તમે તેને મજાકમાં લઈ શકો પરંતુ તમે જાણીને ચોંકી જશો કે તેની પાછળ સાયકોલોજી અને માર્કેટિંગનો મોટો ખેલ છુપાયેલો છે, જેને સામાન્ય ગ્રાહકો સમજી શકતા નથી. તેની પાછળ મુખ્ય બે કારણો છે.
સાયકોલોજિકલ કારણ
બિઝનેસ કરનાર એક ઊંડી સાયકોલોજીને ફોલો કરે છે, જે પ્રમાણે ભલે કિંમત 1 રૂપિયા ઓછી હોય, પરંતુ તે દેખાવમાં 1000 કે 2000 જેવી ચાર સંખ્યાવાળા નંબરથી ઓછી લાગે છે. તેને ઉદાહરણથી સમજીએ તો 999 ગ્રાહકને 900ની નજીક અને 1000 થી દૂર લાગે છે, જ્યારે હકીકત તેનાથી અલગ છે. ગ્રાહકને લાગે છે કે તે કોઈપણ વસ્તુ ચાર આંકડાથી ઓછામાં ખરીદી રહ્યો છે, આ ટ્રિક તેને બચતવાળી સંતુષ્ટિ અને માનસિક શાંતિ બંને આપે છે.
જો ઈથેનોલ ન હોત તો કયા ભાવે મળતું હોત એક લીટર પેટ્રોલ? સરકારે શું જવાબ આપ્યો તે જાણો
સેલ કે સસ્તા હોવાનો ભ્રમ
દુકાનો પર લાગેલા મોટા-મોટા પોસ્ટર અને બેનરની સાથે વેબસાઇટ પર ભારે ડિસ્કાઉન્ટવાળા સેલનો ફ્લેશ ગ્રાહકોને વસ્તુ ખરીદવા પર મજબૂર કરે છે. ખાસ કરી જો તેમાં 4 ડિઝિટને 3મા દેખાડવામાં આવ્યો છે, જેમ-1500 ની વસ્તુ 999મા. આ સિવાય 20% કે 50% પણ લોકોને લલચાવે છે.
ડાબા આંકડાની અસરની થિયરી
શું તમે લેફ્ટ ડિઝિટ ઇફેક્ટ થિયરીનું નામ સાંભળ્યું છે? જો નહીં તો તે પણ માર્કેટિંગનો હિસ્સો છે. હકીકતમાં તેની પાછળ એક થિયરી પણ કામ કરે છે, જે કહે છે કે લોકો હંમેશા વસ્તુને જમણેથી ડાબે તરફ વાંચે છે. તેના કારણે પ્રથમ અંક મગજમાં વધુ યાદ રહે છે.
દુકાનદારને ફાયદો
ઘણીવાર ગ્રાહક સામાન ખરીદવા સમયે બાકી બચેલા 1 કે 2 રૂપિયા પરત લેતા નથી. ઘણીવાર લોકો બાકીના પૈસા પરત માગતા નથી, આ રીતે ટ્રિક દુકાનદારને ફાયદો પહોંચાડે છે. એટલે આ કંપનીઓ 99, 999 જેવી કિંમત કેમ ન રાખે? નફો ભલે ઓછો હોય પરંતુ ફાયદાકારક છે.
