Friendship Day Special: 3 મિત્રોએ એકસાથે પાસ કરી UPSC, એક IAS, એક IPS અને એક IRS ઓફિસર

Spread the love

2 ઓગસ્ટ એટલે ‘ફ્રેન્ડશિપ ડે’. આજનો દિવસ મિત્રો માટે ખાસ હોય છે, બધા લોકો તેમના મિત્રોને હાથમાં બેન્ડ્સ બાંધીને શુભેચ્છાઓ આપે છે અને સેલિબ્રેટ કરે છે. ત્યારે આજે અમે તમને ડિજિટલ દોસ્તીની એક એવી કહાની જણાવી રહ્યા છીએ, જેણે દેશની સૌથી અઘરી પરીક્ષા UPSC પાસ કરવાના દબાણને મ્હાત આપીને ત્રણ મિત્રોના સપનાને પાંખો આપી.વર્ષના ફ્રેન્ડશિપ ડે પર આ ત્રણેયની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે.

 

ઓનલાઈન ક્લાસથી શરૂ થયેલી આ દોસ્તી આજે ત્રણ ઓફિસરોની કામયાબીની એક મિસાલ બની ચૂકી છે. 16 એપ્રિલ 2024ના રોજ જ્યારે UPSC સિવિલ સેવા પરીક્ષા 2023નું ફાઇનલ રિઝલ્ટ આવ્યું, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ આ ફ્રેન્ડ્સનું આખું ગ્રુપ સફળ થયું. ત્રણેય મિત્રોમાંથી એક આજે IAS, બીજી IRS અને ત્રીજી IPS અધિકારી છે.

 

ટેલિગ્રામના એક ગ્રુપથી શરૂ થઈ ‘સપનાની સફર’

 

સિદ્ધાર્થ, ચંદ્રપ્રભા અને ખુશાલી ટેલિગ્રામ પર બનેલા છ લોકોના એક સ્ટડી ગ્રુપ દ્વારા મળ્યા હતા. ત્રણેય અલગ-અલગ શહેરોમાંથી હોવા છતાં, દર રાત્રે 10 વાગ્યે ઓનલાઈન કોલ પર જોડાવું તેમનો નિયમ બની ગયો હતો. દિવસભરના અભ્યાસની ચર્ચા કરવી, એકબીજાના મોક ઇન્ટરવ્યુ લેવા, ભૂલો સુધારવી અને જ્યારે કોઈ નિરાશ થઈ જાય ત્યારે તેને હિંમત આપવી એ તેમની આ ‘ડિજિટલ ગ્રુપ સ્ટડી’ની ઓળખ બની ગયું હતું.

 

1. સિદ્ધાર્થ શ્રીવાસ્તવ, બનારસ, યુપી

 

બનારસના સિદ્ધાર્થ શ્રીવાસ્તવે IIT BHUમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી મારુતિ સુઝુકીની નોકરી છોડી. ચાર પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા પછી નાયબ તલાટી બન્યા, પરંતુ IPS બનવાનું સપનું છોડ્યું નહીં. 5મા પ્રયાસમાં ઇન્ટરવ્યુમાંથી બહાર થયા, પરંતુ 6ઠ્ઠા પ્રયાસમાં આખરે પોતાની લગન અને મિત્રોના સાથથી 118મો રેન્ક મેળવ્યો અને IPS બન્યા.

 

2. ચંદ્રપ્રભા શર્મા, મુંબઈ, મહારાષ્ટ્ર

 

મહારાષ્ટ્રની ચંદ્રપ્રભા શર્મા અમેરિકાની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ અને ઘણા આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પ્રોજેક્ટ્સ પર કામ કર્યા પછી દેશ સેવા માટે ભારત પાછી ફરી. વર્ષ 2016થી શરૂ થયેલો સંઘર્ષ ઘણી નિષ્ફળતાઓ પછી 2023ના છઠ્ઠા પ્રયાસમાં રંગ લાવ્યો. 289મા રેન્ક સાથે તે IRS બની. ચંદ્રપ્રભાનો પરિવાર પર્યાવરણ પ્રત્યે એટલો જાગૃત છે કે લોકો તેમને પ્રેમથી ‘ડિબ્બે વાળી ફેમિલી’ કહે છે.

 

3. ખુશાલી સોલંકી, બીકાનેર, રાજસ્થાન

 

રાજસ્થાનના બીકાનેરની રહેવાસી ખુશાલી સોલંકીને NIT સુરતમાંથી અભ્યાસ દરમિયાન IIT બોમ્બેમાં માસ્ટર્સની ઓફર મળી, પરંતુ દેશ સેવાના જુસ્સામાં તેમણે IITનું સપનું છોડી દીધું. પહેલા બે પ્રયાસોમાં નિષ્ફળતા મળી, પરંતુ ત્રીજા પ્રયાસમાં પોતાની મહેનત અને ગ્રુપના માર્ગદર્શનથી 61મો રેન્ક લાવીને IAS બની. આ ત્રણેય મિત્રોની સફળતા આજે પણ સરકારી નોકરીની તૈયારી કરતા દરેક ફ્રેન્ડ ગ્રુપ માટે પ્રેરણાદાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *