અમદાવાદમાં 1.56 કરોડની હાઈટેક ઠગાઈ: 5 રાજ્યોમાં પોલીસને ચકમો આપનાર માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો!

Spread the love

અમદાવાદમાં એક મોટી હાઈટેક ઠગાઈનો પર્દાફાશ થયો છે. એલિસબ્રિજ પોલીસ અને LCB ઝોન-7 ની ટીમે ૧.૫૬ કરોડની ઉચાપતના વોન્ટેડ માસ્ટરમાઇન્ડને સુરતથી ઝડપી લીધો છે…. ટેક્નોલોજીનો માસ્ટર માઈન્ડ આ ગઠિયો પોલીસથી બચવા ૫ રાજ્યોમાં ફરતો રહ્યો, પણ આખરે કાયદાના હાથ તેના સુધી પહોંચી જ ગયા છે

 

અમદાવાદ શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ઇ-પ્રોક્યુરમેન્ટ ટેકનોલોજી લિમિટેડ નામની આઇટી કંપનીમાં એક મોટું કૌભાંડ રચાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આ કંપનીમાં હેડ ઓફ સપોર્ટ બીડિંગ ડિવિઝન તરીકે નોકરી કરતા નિખિલ ખલાસ નામના શખ્સે પોતાના જ માલિકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. નિખિલ ખલાસ ને પોતાને મળેલા એડમિન રાઇટ્સનો દુરુપયોગ કર્યો અને સિસ્ટમમાં ચેડાં કરી મૂળ બીડર એકાઉન્ટની જગ્યાએ પોતાના અને પોતાના મળતિયાઓના બેંક એકાઉન્ટ ઉમેરી દીધા હતા અને ચાલાકી થી છેતરપિંડીથી કંપનીના કુલ ૧,૫૬,૬૫,૨૧૧ ચાઉં કરી લીધા. જે છેતરપિંડીની ફરિયાદ ગઈ તારીખ ૧૯ મે ૨૦૨૬ ના રોજ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ માસ્ટર પ્લાનનો મુખ્ય આરોપી નિખિલ ખલાસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું ત્યારે એલિસબ્રિજ પોલીસે આરોપીનું પગેરું મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ગુજરાતમાં ફરી શરૂ થશે મેઘમહેર! અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી

 

આરોપી નિખિલ ખલાસ પોતે ટેકનોલોજીનો માસ્ટર હોવાથી તે જાણતો હતો કે પોલીસ તેને કેવી રીતે ટ્રેસ કરી શકે છે. ધરપકડથી બચવા માટે તેણે પોતાની ડિજિટલ ઓળખ સંપૂર્ણપણે છુપાવી દીધી અને તે એક જગ્યાએ સ્થિર રહેવાને બદલે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સતત પોતાનું લોકેશન બદલતો રહ્યો અને પોલીસને ચકમો આપતો રહ્યો હતો. કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો શાતીર કેમ ન હોય, પોલીસથી વધુ સમય બચી શકતો નથી. LCB ઝોન-7 અને એલિસબ્રિજ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તપાસ તેજ કરી ઝડપી જ લીધો હતો અને છેતરપિંડીના પૈસા રિકવર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

 

આરોપી નિખિલ ખલાસ ટેક્નોલોજીના દુરુપયોગથી રાતોરાત કરોડપતિ બનવાના સપના જોતો નિખિલ ખલાસ હવે જેલના સળિયા પાછળ રહીને સળિયા ગણી રહ્યો છે. ત્યારે આરોપી પાસેથી અમદાવાદ પોલીસે ૬૧ લાખથી વધુની રકમ તો ફ્રીઝ કરી દીધી છે સાથે જ આરોપી પાસેથી પુરાવાના ભાગ રૂપે ૩ મોબાઈલ ફોન અને ૧ લેપટોપ કબજે કર્યા છે. સાથે જ બાકીની રકમ ક્યાં અને કોને ટ્રાન્સફર કરાઈ છે તથા આ કૌભાંડમાં તેના બીજા કયા સાગરીતો સામેલ છે તે દિશામાં વધુ પૂછપરછ અને તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *