gj 18 ખાતે 80 માં સ્વતંત્ર દિન પૂર્વે 10 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાની ભાજપ શહેર દ્વારા બેઠક યોજાઈ

Spread the love

BJP Gandhingar City

——-

ગાંધીનગર શહેરમાં દેશના ૮૦ માં સ્વતંત્રતા દિન પૂર્વે ૧૦ ઓગસ્ટના રોજ આયોજિત થનારી ભવ્ય તિરંગા યાત્રાના સફળ આયોજનને અર્થે આજે ગાંધીનગર મહાનગર ભાજપાના અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવેના માર્ગદર્શન હેઠળ શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો, સામાજિક અગ્રણીઓ તથા દેશપ્રેમી નાગરિકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

 

બેઠકમાં તિરંગા યાત્રામાં જનસહભાગિતા સાથે યાત્રાને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આયોજિત આ બેઠકમાં ઉપસ્થિત સૌએ તિરંગા યાત્રામાં સહભાગી બનવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

 

આ પ્રસંગે મહાનગર ભાજપાના અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ સહિત ભાજપા આગેવાનો અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *