નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ! ગલુદણમાંથી ‘અંજની-અનુજ’ બ્રાન્ડના નામે ઝેરી જથ્થો સપ્લાય

Spread the love

ગાંધીનગર તાલુકાના દહેગામ નજીક આવેલા ગલુદણ ગામેથી ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. શુદ્ધ ઘી જેવો જ દેખાવ અને સુગંધ લાવવા માટે માનવ શરીર માટે હાનિકારક એવા કેમિકલ કલર અને એસન્સનો ઉપયોગ કરાતો હતો.તપાસમાં સામે આવ્યું છે કે, આ નકલી ઘીને ‘અંજની ઘી’ અને ‘અનુજ ઘી’ જેવી બ્રાન્ડના નામે પેકિંગ કરીને ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોની બજારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લેબોરેટરી ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલી આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ આ વિસ્તારમાંથી ભેળસેળયુક્ત પનીરનો જથ્થો પકડાયો હતો, ત્યાં હવે આટલું મોટું શંકાસ્પદ નકલી ઘીનું રેકેટ પકડાતાં ખાધ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા માફિયાઓમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. હાલ તંત્ર દ્વારા ફેક્ટરીમાં રહેલા માલસામાન અને જથ્થાની ગણતરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *