ખેડૂતો ડંડો જાળવી રાખે, ઝાડુ નહી. ઝાડુ લઈને નીકળે તો શરમ આવે કે નહીં?; CR પાટીલ

Spread the love

રાજ્યમાં સુરતમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યા બાદ હવે ગુજરાતના ગામડાંઓ અને શહેરોમાં જે પગપેસારો કરી રહી છે તેમાં કોંગેસ કરતાં આમ આદમી પાર્ટી હાલ મજબૂતાઈથી આગેકૂચ કરી રહી છે ત્યારે હમણા જ ગુજરાતનાં ડેપ્યુટી મુખ્યંમંત્રી નીતિન પટેલે કટાક્ષમાં જણાવ્યું હતું કે હમણાં બધી નવી ટોપીઓ આવી છે અને ત્યારબાદ ભાજપનાં પ્રદેશ પ્રમુખ ઝ્રઇ પાટીલ દ્વારા ઝાડું અને ડંડા વિશે ટીપ્પણી કરવામાં આવતાં ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જ્યારે સામે પક્ષે ભાજપ દ્વારા કમર કસી લેવામાં આવી છે. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને હાલમાં જ પદ પર એક વર્ષ પૂર્ણ થયા છે. એવામાં પાટીલે ફરીવાર આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે.મહેસાણામાં એક કાર્યક્રમમાં પાટીલે કહ્યું કે ખેડૂત રાતે ડંડો લઈને નીકળે છે, એક હાથમાં ડંડો હોય અને બીજા હાથમાં લાઇટ હોય. હમણાં એક પાર્ટી ઝાડુ લઈને નીકળી પડી છે. જે ખેડૂત ડંડો લઈને ફરતો હોય તે હાથમાં ઝાડુ લઈને નીકળે તો એને શરમ આવે કે નહીં? આપણો ડંડો જ બરાબર છે એ જાળવી રાખજાે. પાટીલે ગુજરાતમાં થઈ રહેલા ગર્ભપાતનાં કેસ વિષે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક લોકો ગર્ભ પરીક્ષણ કરાવે છે અને જાે દીકરી હોય તેનો ગર્ભપાત કરાવી નાંખે છે અને દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. આપણે અસલામત સમાજની રચના તરફ આગળ વધી રહ્યા છીએ. આજે અહિયાં બહેનો હશે તેમને કોઈ જાતનો ડર નહીં હોય, એ મોડા ઘરે પહોંચશે તો પણ ડર નથી. પણ જાે આ રીતે જ દીકરીઓની સંખ્યા ઘટતી જશે તો આ બહેનોએ પોતાની સલામતી માટે દિવસમાં પણ પોતે ઘરમાં અંદર તાળું મારીને રહેવું પડશે એવા સમાજની રચના થઈ જશે. એ ન થાય તેની જવાબદારી આપણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com