લેપટોપનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. સતત લેપટોપનો યુઝ કરવાને કારણે સમય જતાં અનેક નાની-મોટી સમસ્યા આવી શકે છે. આમ, અનેક લોકોની ફરિયાદ હોય છે કે લેપટોપ સ્લો થઈ ગયું છે. લેપટોપ જ્યારે સ્લો થાય ત્યારે અનેક ઘણી તકલીફો પડે છે. ઘણાં કેસમાં ડિવાઈસ ક્રેશ પણ થઈ જાય છે. હવે 4GB અને 8GB રેમ પણ ઓછી પડે છે.
RAM વધાર્યા વગર રોકેટની જેમ દોડશે તમારું લેપટોપ, બસ ફોલો કરો આ ટિપ્સ

તમારું લેપટોપ સ્લો થઈ ગયું છે અને તમે સ્પીડ વધારવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમને કામમાં આવી શકે છે.
લગભગ એક વર્ષ પહેલાં લેપટોપની સ્પીડ વધારવા માટે ખાસ કરીને રેમ ખરીદવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ હવે તેની કિંમતો ખૂબ વધી ગઈ છે. સ્ટોરેજ અને મેમરી ચિપ્સની ડિમાન્ડ વધવાને કારણે સ્માર્ટફોન અને લેપટોપ સહિત અનેક ડિવાઈસ મોંઘા થઈ રહ્યાં છે. એવામાં રેમ ખરીદવી મોંઘું પડી શકે છે. તો જાણો આ માટે બીજી કઈ રીત કામમાં આવશે.
કેવી રીતે સ્પીડ વધારશો?
આમ, તમને જણાવી દઈએ કે રેમ ટેમ્પરરી સ્ટોરેજ હોય છે જેને શોર્ટ ટર્મ સ્ટોરેજ કહેવાય છે. લેપટોપની સ્પીડ સ્લો થઈ ગઈ છે તો રેમ ફ્રી કરવા માટે લેપટોપ રીસ્ટાર્ટ કરવું એક બેસ્ટ ઓપ્શન છે. જ્યારે લેપટોપ બંધ થઈ જશે ત્યારે રેમમાં સ્ટોર દરેક વસ્તુ ગાયબ થઈ જશે. એટલે કે લેપટોપનો ઉપયોગ કરતી વખતે જે વસ્તુઓને કારણે રેમ ફૂલ થઈ હતી તે બધી ફાઈલ્સ અને એક્ટિવિટીઝ બંધ થઈ જશે. આ માટે જ્યારે તમે લેપટોપ રીસ્ટાર્ટ કરશો ત્યારે રેમ ખાલી થઈ જશે, જેનાં કારણે સ્પીડમાં સુધારો જોવા મળી શકે છે.
વિન્ડોઝમાં અનેક એનિમેશન અને વિઝ્યુઅલ હોય છે જે તમારા લેપટોપને સુંદર બનાવે છે, પરંતુ આ તમારા લેપટોપને સ્લો કરી શકે છે. આ વિઝ્યુઅલ ઇફેક્ટને બંધ કરીને તમે લેપટોપની સ્પીડ સારી કરી શકો છો.
તમારા લેપટોપની સ્પીડ સ્લો થઈ ગઈ છે તો તમે એકવાર બ્રાઉઝર ટેબ્સ પર નજર કરી લો. બ્રાઉઝરમાં ઓપન દરેક ટેબ રેમ યુઝ કરે છે. આ ટેબ્સ 100MBથી લઈને 1GB સુધીની મેમરી કન્ઝ્યૂમ કરે છે. આમ, જો તમે સ્પીડ ફાસ્ટ કરવા ઇચ્છો છો તો જે ટેબ વધારે મેમરી કન્ઝ્યૂમ કરે છે તે બંધ કરી દો.