GJ-18 કલેકટર કચેરી ખાતે રેવન્યુ તલાટીમા ફરજ બજાવતા કર્મચારીઓની સુંદર અને ઝડપી કામગીરીનાં વખાણ પ્રજાજનો પાસેથી સાંભળવા મળી રહ્યાં છે ત્યારે રેવન્યુ તલાટી પોતે રેશનકાર્ડ, આવકના દાખલા, પેઢીનામું થી લઇને અનેક કામગીરી કરતાં GJ-18 કલેકટર કચેરીનાં રેવન્યુ તલાટીઓની કામગીરી ખૂબ જ ઝડપી અને સારી રહી છે.GJ-18 નાં વિસ્તારો જાેવા જઈએ તો માણસા, દહેગામ, કલોલ, ગાંધીનગર આવે છે ત્યારે દરરોજ ૫૦૦ થી વધારે અરજદારો આ કચેરીની મુલાકાત લે છે ત્યારે રોજ રોજ ૫૦૦ થી વધારે અરજદારોના કામ જે પ્રશ્ન હોય તેમાં મોટાભાગના રેવન્યુ તલાટી પાસે આવતા હોય છે ત્યારે આ કામ વધું હોવા છતાં ઝડપભેર કામ કરતા રેવન્યુ તલાટીને પ્રજાએ બિરદાવ્યા છે અને કોરોના ની મહામારીમાં અનેક રેવન્યુ તલાટી હજજારો અરજદારોને મળવાને કારણે સંક્રમિત પણ થયાં છે અને અનાયાસ મરણ પણ થયાં છે ત્યારે રેવન્યુ તલાટીની કામગીરી GJ-18 ખાતે સુપર ડુંપર રહી છે