ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીની બીઝનેશ વિમેન વિંગ કમિટીએ ચેમ્બરની મહિલા ઉદ્યમીઓ માટે ‘WE Women’ એપ ઉપરGCCIBWWC ગૃપને લોન્ચ કર્યુ હતું. આ એપ્લિકેશનનું લોન્ચ ચેમ્બરનાં પ્રમુખ શ્રી નટુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
ચેમ્બરનાં પ્રમુખ શ્રી નટુભાઈ પટેલે એમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ફ્રુડ, ટેકસટાઇલ, ગિફ્ટ આર્ટિકલ, સોફ્ટવેર જેવાં દરેક ક્ષેત્રોમાં મહિલાઓ આગળ વધી રહી છે ત્યારે આવા ડિજિટલ પ્લેટફોર્મનાં માધ્યમથી એમને ઘણી સારી તકો મળી રહે છે.શ્રી હેમંતભાઈ શાહ, સીની. ઉપ. પ્રમુખે જણાવ્યું હતું કે કોરોનાના સમયમાં જે વ્યવસાયો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કાર્યરત હતાં એમને આર્થિક રીતે ઓછું નુકસાન સહન કરવું પડ્યું છે.તેથી દરેક ઉદ્યોગ સાહસિકોએ માટે ડિજિટલ માર્કેટિંગ ઘણો અગત્યનો ભાગ ભજવે છે અને દરેકે તેનો મહત્તમ લાભ ઉઠાવવો જાેઈએ. બીઝનેસ વિમેન વિંગ કમિટીના ચેરપર્સંન શ્રીમતી શિલ્પાબેન ભટ્ટ એ જણાવ્યું હતું કે આ એપ્લિકેશનમાં ય્ઝ્રઝ્રૈં મ્ઉઉઝ્ર નાં ગ્રુપ હેઠળ ફ્કત ચેમ્બરની મહિલા સાહસિકોના વ્યવસાય ઉત્પાદનો અને સેવાઓની માહિતી મુકવામાં આવશે જેનાથી, સોશ્યલ માર્કેટિંગનાં આ માધ્યમથી ચેમ્બરની મહિલાઓને બીઝનેસ માટે વ્યાપક પ્લેટફોર્મ મળી રહેશે અને વિકાસની નવી તકો ઉભી થશે. કાર્યક્રમમાં “ઉઈ ઉર્ંસ્ઈદ્ગ” એપ્લિકેશનનાં ફાઉન્ડર મીસ. કૃતિકા જૈન એ પ્રેઝન્ટેશન દ્વારા આ એપ્લિકેશન અંગેની માહિતી આપી હતી.કાર્યક્રમમાં બીઝનેસ વિમેન વિંગ કમિટીના સભ્યો અને ચેમ્બરની મહિલા સાહસિકો ઑનલાઇન રૂબરૂ હાજર રહ્યા હતા.અંતમાં, બીઝનેસ વિમેન વિંગ કમિટીના ચેરપર્સન શ્રીમતી કુસુમ કૌલે આભારવિધિ સંપન્ન કરી હતી.