શ્રમિકો માટે મોટી ખુશખબર! સુપર સ્પેશિયાલિટી સારવારમાં ખર્ચની કોઈ મર્યાદા નહીં, 6 સંસ્થાઓ સાથે MoU

Spread the love

શ્રમિકો માટે મોટી રાહત: હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર, 6 સંસ્થાઓ સાથે MoUરાજ્યના શ્રમિક પરિવારોને ગુણવત્તાસભર અને સમયસર આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર અને કર્મચારી રાજ્ય વીમા નિગમ-ગુજરાત (ESIC) દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો અને તેમના આશ્રિતોને હવે ટર્સરી કેર તથા સુપર સ્પેશિયાલિટી સારવાર માટે વધુ સુવિધા મળશે. આ અંતર્ગત 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા છેશ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા MoU એક્સચેન્જ કાર્યક્રમમાં આ કરાર કરવામાં આવ્યા હતા.

 

મંત્રીએ જણાવ્યું હતું કે, “સ્વસ્થ શ્રમિક જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો આધારસ્તંભ છે.” તેમણે ઉમેર્યું કે આ પહેલ લાખો શ્રમિક પરિવારો માટે મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે.ગંભીર બીમારી અને ઈમરજન્સીમાં મળશે સારવાર આ પહેલના પગલે ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારજનોને જરૂરિયાત મુજબ સુપરઅને તેમના પરિવારજનોને જરૂરિયાત મુજબ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં સારવારનો લાભ મળશે.

 

ગંભીર બીમારી તેમજ ઈમરજન્સીની સ્થિતિમાં ગુણવત્તાસભર તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે. મંત્રીએ હોસ્પિટલ સંચાલકો, તબીબો, પેથોલોજિસ્ટ્સ અને અધિકારીઓને શ્રમિકોના આરોગ્ય અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી. સારવાર માટે આવતા શ્રમિકો સાથે પરિવારના સભ્ય જેવી સંવેદનશીલતા રાખી શ્રેષ્ઠ તબીબી સેવાઓ આપવા પણ તેમણે જણાવ્યું હતું.

 

અત્યાર સુધી 32 સંસ્થાઓ સાથે MoU

 

ESIC ગુજરાતના જણાવ્યા મુજબ, તાજેતરના 6 MoU સહિત અત્યાર સુધીમાં કુલ 32 આરોગ્ય સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા છે. અગાઉ 26 MoU કરવામાં આવ્યા હતા, જેમાં 13 સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. ESICના આરોગ્ય નેટવર્કમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, GMERS હોસ્પિટલ્સ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને AIIMS રાજકોટ જેવી અગ્રણી સંસ્થાઓનો સમાવેશ થાય છે.વધુ 45 હોસ્પિટલો સાથે MoUની પ્રક્રિયા

 

રાજ્યમાં ESICના આરોગ્ય નેટવર્કને વધુ વિસ્તૃત કરવા માટે હાલમાં વધુ 45 હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoUની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ESIC લાભાર્થીઓ માટે ટર્સરી કેર અને સુપર સ્પેશિયાલિટી સેવાઓની ઉપલબ્ધતા વધુ મજબૂત બનશે.

 

આ 6 સંસ્થાઓ સાથે MoU

 

શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ધરમપુર, વલસાડ

 

શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ એન્ડ સી. યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર

 

શ્રી ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ

 

ગોકુલ લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ

 

એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ લિમિટેડ

 

ડૉ. ભટ્ટ પેથોલોજી લેબોરેટરી, રાજકોટ

 

સવા કરોડથી વધુ શ્રમિકોના સામાજિક-આર્થિક ઉત્થાન માટે સરકાર સતત કામ કરશે

 

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સંયુક્તઅસંગઠિત અને ખેતમજૂરો સહિત સવા કરોડથી વધુ શ્રમિકોના સામાજિક-આર્થિક ઉત્થાન માટે સરકાર સતત કામગીરી કરી રહી છે. જ્યારે ESICના પ્રાદેશિક નિયામક હેમંતકુમાર પાંડેએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ટર્સરી અને સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓનું નેટવર્ક વધુ મજબૂત બનાવવાની દિશામાં સતત કામગીરી ચાલી રહી છે.

 

કાર્યક્રમમાં ESICના સ્ટેટ મેડિકલ ઓફિસર ડૉ. વિજય ધાણક સહિત ESICના અધિકારીઓ, એમ્પેનલ થયેલી આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, તબીબો, પેથોલોજિસ્ટ્સ અને હોસ્પિટલ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *