ભયાનક અકસ્માત: દાહોદના માતા-પુત્ર અને દાદીના મોત, ટેન્કર ચાલક ફરારમહીસાગર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લુણાવાડા-સંતરામપુર હાઇવે પર હરિગરના મુવાડા ગામ નજીક દૂધના ટેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરાના તળાવ ફળિયુંના રહેવાસી વતની છે. મૃતકોમાં કાર ચાલક હાર્દિકભાઈ પ્રશાંતભાઈ પ્રજાપતિ, તેની પુષ્પાબેનપ્રશાંતભાઈ પ્રજાપતિ અને તેની દાદી સવિતાબેન કાળુભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે.દૂધનું ટેન્કર અને કાર સામસામે અથડાયા
મળતી માહિતી મુજબ, લુણાવાડા તરફથી દૂધનું ટેન્કર સરસણ સિત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. દરમિયાન સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવી રહેલી કાર સાથે હરિગરના મુવાડા ગામ નજીક ટેન્કરની અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર
અકસમાતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સંતરામપુર પોલીસના પીઆઈ સહિતનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ ટેન્કરચાલક ફરાર થઈ ગયો છે.કલેકટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા
મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર તથા જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસને ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. બંનેએ અકસ્માત કેવી રીતે થયો તેની જાણકારી મેળવી હતી અને ઘટના અંગે અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યાં હતા.
