રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર, ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન થશે: અમિતકુમાર વિશ્વકર્મા અને બહાદુરસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા મેડલ, જુઓ લિસ્ટસ્વતંત્રતા દિવસ-2026 નિમિત્તે પોલીસ સેવામાં વિશિષ્ટ કામગીરી અને લાંબા સમયની ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવતા President’s Medal for Distinguished Service (PSM) माटे गुरातना કુલ 19 પોલીસ અધિકારી-કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતના અધિકારીઓ અને કર્મચારીઓના નામનોસમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાંથી પસંદ થયેલા 19 પોલીસકર્મીઓમાં એક અધિકારી એડિશનલ ડિરેક્ટર જનરલ કક્ષાના, એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ, એક ઈન્સ્પેક્ટર, બે આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર/સબ ઈન્સ્પેક્ટર કક્ષાના તથા અન્ય સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
દેશભરમાં પોલીસ સેવાના અધિકારીઓનું સન્માન સ્વતંત્રતા દિવસ નિમિત્તે જાહેર કરાયેલી President’s Medal for Distinguished Serviceની યાદીમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના 19 પોલીસકર્મીઓને મળેલું આ સન્માન રાજ્યની પોલીસ સેવામાં તેમની લાંબા સમયની વિશિષ્ટ અને સમર્પિત કામગીરીની નોંધ તરીકે જોવામાં આવે છે.કોણ છે અમિત કુમાર વિશ્વકર્મા?
અમિત કુમાર વિશ્વકર્માએ ભાવનગર રેન્જમાં ફરજ દરમિયાન સંવેદનશીલ ગુનાની તપાસ માટે રચાયેલી SITનું નેતૃત્વ કર્યું હતું. 2023માં ADGP રેન્કે પ્રમોશન મળ્યા બાદ હાલમાં તેઓ ગુજરાત ATS અને કોસ્ટલ સિક્યુરિટીના ADGP તરીકે અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા છે. પોલીસ સેવામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને 2015માં પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ મળ્યું હતું.જાણો આ એવોર્ડ્સ વિશે…
વીરતા મેડલ: કોઈ વ્યક્તિને વીરતાના દુર્લભ અસાધારણ કાર્ય, જીવન-સંપત્તિ બચાવવા, અપરાધને રોકવા, ગુનેગારોને પકડવામાં અસાધારણ વીરતા માટે આપવામાં આવે છે. સંબંધિત અધિકારીની જવાબદારી-ફરજને ધ્યાનમાં રાખીને જોખમનો અંદાજ લગાવવામાં આવે છે.
પ્રેસિડેન્ટ સેવા મેડલ: PSM સેવામાં વિશેષ વિશિષ્ટ રેકોર્ડ માટે આપવામાં આવે છે.
મેધાવી સેવા મેડલ: આ મેડલ સેવા સંસાધન અને કર્તવ્યનિષ્ઠાથી કરવામાં આવતી મૂલ્યવાન સેવા માટે આપવામાં આવે છે.
