ગુજરાતમાં ઉધોગો માટે જમીન મોંઘી થઈ: GIDCના નવા એલોટમેન્ટ રેટ જાહેર, સરેરાશ 15 ટકાનો વધારો

Spread the love

નિગમની 526મી બોર્ડ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી 14 ઓગસ્ટ 2026થી નવા દર અમલમાં આવ્યા

અમદાવાદ

ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ દ્વારા નવા ઉધોગોને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જીઆઇડીસી એ નાણાકીય વર્ષ 2026-27 માટે ઔધોગિક અને રહેણાંક પ્લોટના નવા ફાળવણી દરો સત્તાવાર રીતે જાહેર કર્યા છે. નિગમની 526મી બોર્ડ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી 14 ઓગસ્ટ 2026થી નવા દર અમલમાં આવ્યા છે. આ નવા દરો ટ્રાન્સફર ફી અને એનયુ પેનલ્ટી પર પણ લાગુ પડશે.
ગુજરાતમાં નવા ઉધોગો સ્થાપવા માંગતા સાહસિકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે ઔધોગિક અને રહેણાંક પ્લોટના નવા ફાળવણી દરો (Allotment Prices) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. નિગમની 526મી બોર્ડ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ આ નવો પરિપત્ર જારી કરાયો છે.
તાત્કાલિક અમલીકરણ: નવા ફાળવણી દરો 14 ઓગસ્ટ 2026થી જ અમલમાં આવી ગયા છે.બહુમાળી શેડ યથાવતઃ નિગમના બહુમાળી શેડના દરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.અન્ય શુલ્ક પર અસર: જમીન વિતરણ, ટ્રાન્સફર ફી અને બિન-ઉપયોગ પેનલ્ટી પર પણ આ નવા દરો લાગુ થશે.
રહેણાંક પ્લોટના દર: હાઉસિંગ સેક્ટરના પ્લોટના દર ઔધોગિક પ્લોટ કરતાં 1.5 ગણા રહેશે.જીઆઇડીસી ના વહીવટી સંચાલક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, 21મી જુલાઈ 2026ના રોજ નિગમની 526મી સભા મળી હતી. આ સંચાલક મંડળની બેઠકમાં ઠરાવ ક્રમાંક 29/હિસાબ/526 હેઠળ નાણાંકીય વર્ષ 2026-27 માટેના નવા દરોને મંજૂરી આપવામાં આવી હતી. આ દરો હવે પછીનો નવો હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *