11 ઓગસ્ટે સંરક્ષણ મંત્રાલયના CSD વિભાગે આ આદેશ આપ્યો છે. ગુણવત્તા નિયમોના ઉલ્લંઘનને કારણે આ નિર્ણય લેવાયો છે. આ માત્ર કામચલાઉ સસ્પેન્શન
અમદાવાદ
સેનાની કેન્ટીનમાં દારૂની ખરીદીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. FSSAIની કાર્યવાહી બાદ CSD હેડક્વાર્ટર દ્વારા Old Monk અને Royal Challenge સહિત 6 બ્રાન્ડના દારૂના નવા ઓર્ડર પર તાત્કાલિક રોક લગાવાઈ છે. 11 ઓગસ્ટે સંરક્ષણ મંત્રાલયના CSD વિભાગે આ આદેશ આપ્યો છે. ગુણવત્તા નિયમોના ઉલ્લંઘનને કારણે આ નિર્ણય લેવાયો છે. આ માત્ર કામચલાઉ સસ્પેન્શન છે.
દેશભરના સૈનિકો અને પૂર્વ સૈનિકો માટે સૈન્ય કેન્ટીન (Canteen Stores Department – CSD)માંથી દારૂની ખરીદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI ની તાજેતરની એન્ફોર્સમેન્ટ કાર્યવાહીને ધ્યાનમાં રાખીને સીએસડી હેડક્વાર્ટર દ્વારા ઓલ્ડ મંક અને રોયલ ચેલેન્જ જેવી અગ્રણી બ્રાન્ડ્સના કુલ ૬ આલ્કોહોલિક લિક્વિડ ઇન્ડેક્સના નવા ઓર્ડર અને પરમિટ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયના કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (LIF બ્રાન્ચ) દ્વારા 11 ઓગસ્ટ 2026ના રોજ જારી કરાયેલા સત્તાવાર પત્રમાં તમામ એરિયા મેનેજર્સ અને સીએસડી ડેપોને આ અંગે આદેશો આપી દેવાયા છે.સીએસડી ના સત્તાવાર પત્ર અનુસાર, નીચે દર્શાવેલી પ્રોડક્ટ્સના પ્લેસમેન્ટ ઓર્ડર્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે .
ભારતીય ખાધ સુરક્ષા અને માનક પ્રાધિકરણ FSSAI દ્વારા 2 ઓગસ્ટ 2026ના રોજ PIB પ્રેસ રિલીઝ મારફતે માહિતી આપવામાં આવી હતી કે, કેટલીક આલ્કોહોલ ઉત્પાદક કંપનીઓ દ્વારા પ્રોડક્ટના નામકરણ, બ્લેન્ડિંગના ભ્રામક દાવા અને બિન-મંજૂર આર્ટિફિશિયલ ફ્લેવર્સ(કૃત્રિમ સુગંધ/ સ્વાદ)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ગુણવત્તા નિયમોના ઉલ્લંઘનને કારણે CSD સક્ષમ સત્તાધિકારીએ આ નિર્ણય લીધો છે.
સોશિયલ મીડિયા પર એવી અફવાઓ છે કે, આ બ્રાન્ડ્સ પર કાયમી પ્રતિબંધ મુકાયો છે. પરંતુ પત્રની વિગતો મુજબ આ માત્ર એક કામચલાઉ સસ્પેન્શન છે. તમામ એરિયા મેનેજરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી આદેશો ન મળે ત્યાં સુધી આ પ્રોડક્ટ્સ માટેના કોઇ પણ પેન્ડિંગ G-ઓર્ડર્સને પરમિટમાં કન્વર્ટ ન કરે અને સંબંધિત રાજ્યના આબકારી વિભાગ પાસેથી નવી પરમિટ મેળવવાનું પણ ટાળે.
ઉલ્લેખનીય છે કે, આ મામલે કેટલીક પ્રખ્યાત દારૂ ઉત્પાદક કંપનીઓએ FSSAIના આ આદેશને હાઇકોર્ટમાં પણ પડકાર્યો છે અને કોર્ટે FSSAI પાસે આગામી 24 ઓગસ્ટ 2026 સુધીમાં જવાબ માંગ્યો છે. તેથી આગામી દિવસોમાં કોર્ટની સુનાવણી અને સરકારના નવા આદેશો બાદ જ આ બ્રાન્ડ્સનું ભવિષ્ય નક્કી થશે.
કઈ 6 બ્રાન્ડ્સના ઓર્ડર સસ્પેન્ડ કરાયા
૧ ઓલ્ડ મોન્ક ગોલ્ડ રિઝર્વ રમ (ઇન્ડેક્સ નં. ૭૮૨૨૦)
૨ ઓલ્ડ મોન્ક ધ લિજેન્ડ રમ (અનુક્રમણિકા નં. ૭૮૨૧૩)
૩ ઓલ્ડ મોન્ક XXX પરિપક્વ રમ (અનુક્રમણિકા નં. ૭૮૧૫૪)
૪ મેકડોવેલની નંબર ૧ સેલિબ્રેશન મેચ્યોર્ડ XXX રમ (ઇન્ડેક્સ નં. ૭૮૨૧૨)
૫ એન્ટિક્વિટી બ્લુ વ્હિસ્કી (અનુક્રમણિકા નં. ૭૯૨૨૬)
૬ રોયલ ચેલેન્જ વ્હિસ્કી (ઇન્ડેક્સ નં. ૭૯૧૯૪)

