અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ પ્રેમ ખતમ થઈ રહ્યો નથી. ટ્રમ્પે એક નવા આદેશ પર હસ્તાક્ષર કર્યાં છે. જે હેઠળ ડ્રોન અને તેના સ્પેરપાર્ટ્સના આયાત પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમના આ નિર્ણયનું અસલી કારણ ઉદ્યોગમાં ચીનની નિર્ભરતાને ઘટાડવાની સાથે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષાના હિતોની રક્ષા કરવાનું છે.હકીકતમાં આ સંબંધમાં વ્હાઇટ હાઉસ તરફથી આપવામાં આવેલા એક નિવેદન અનુસાર ટ્રમ્પે આ નિર્ણય દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી લીધો છે. શરૂઆતી જાણકારી અનુસાર મોટા અને સંવેદનશીલ ડ્રોન પર 10 ટકા ટેરિફ લગાવવામાં આવશે. તેમાં એવા ડ્રોન સામેલ છે, જેનું વજન 25 કિલોગ્રામથી વધુ છે.
કેમ મહત્વનો છે ટ્રમ્પનો આ નિર્ણય?
ઉલ્લેખનીય છે કે વૈશ્વિક ડ્રોન બજારમાં ચીનનો દબદબો છે. ચીનની સૌથી મહત્વની ડ્રોન નિર્માતા કંપની ડીજીઆઈ વૈશ્વિક ડ્રોન બજારમાં 60 ટકાથી વધુ ભગીદારી બનાવી ચુકી છે. ચીનની આ કંપનીની સ્થાપના વર્ષ 2006મા થઈ હતી. ટ્રમ્પના આ નિર્ણય બાદ માનવામાં આવી રહ્યું છે કે તેની સીધી અસર ચીની કંપનીઓ પર પડશે.
‘બર્થ ટુરિઝમ’ પર ટ્રમ્પનો પ્રહાર, 600થી વધુ વિઝા રદ, શું છે જન્મજાત નાગરિકતાનો ખેલ?
ટ્રમ્પના નિર્ણયની મોટી વાતો
ટ્રમ્પના નિર્ણય અનુસાર મોટા અને સંવેદનશીલ ડ્રોન પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. 25 કિલોગ્રામથી વધુ વજનવાળા ડ્રોન અને થર્મલ ઇમેજર જેવી તકનીકો પર આધારિત ડ્રોન પર પણ 100 ટકા ટેરિફ લાગશે.
આ સિવાય જે નાના ડ્રોન છે તેના પર 25 ટકા ટેરિફ લગાવવાની તૈયારી છે. તેમાં સામાન્ય રૂપથી નાના આકારના ડ્રોન સામેલ છે.
નિર્ણય બાદ માનવામાં આવી રહ્યું છે કે ટેરિફના નવા દરો આગામી 2 સપ્ટેમ્બરથી લાગૂ થઈ શકે છે. જો ટ્રમ્પનો આ ટેરિફ પ્લાન લાંબો ચાલે છે તો તેની સીધી અસર દુનિયાના ડ્રોન બજાર પર જોવા મળશે.
વ્હાઇટ હાઉસે સ્વીકાર્યું કે આ નિર્ણયથી અમેરિકામાં ઘરેલું સ્તર પર ડ્રોનના નિર્માણને પ્રોત્સાહન મળશે. તો ડ્રોનને લઈને વિદેશો પર નિર્ભરતા ઓછી થશે.
ચીન-અમેરિકામાં તકરાર વધી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડ્રોન પર શુલ્ક લગાવવાનો નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે પહેલાથી યુએસ અને ચીન વચ્ચે તકનીક અને વ્યાપારને લઈને તણાવ ખુબ છે. પાછલા સપ્તાહે ચીને અમેરિકાને થનાર ડ્રોન નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલું જ નહીં અમેરિકાની છ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે આ પહેલા અમેરિકા તરફથી બંધુઆ મજૂરી અને રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા ચીન અને ઘણા અન્ય દેશો પર નવા વ્યાપારિક પ્રતિબંધ લગાવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ તરફથી ડ્રોન પર લગાવવામાં આવેલો આ ટેરિફ અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધારી શકે છે.
