સમુદ્રમાં 2,000 ચોરસ કિમી સુધી ફેલાયું તેલ!: ઓમાન નજીક ફસાયેલા ટેન્કરમાં હતું લાખો બેરલ રશિયન ક્રૂડ

Spread the love

ઓમાનના દરિયાકાંઠા નજીક ફસાયેલા ‘Caroline Bezengi’ ઓઇલ ટેન્કરમાંથી ક્રૂડ ઓઇલનું મોટું લીકેજ પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ મુજબ તેલનો ફેલાવો આશરે 2,000 ચોરસ કિલોમીટર સુધી પહોંચી ગયો છે અને ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પણ તેલ પહોંચ્યું છે. ટેન્કરમાં અંદાજે 8 લાખથી 10 લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઇલ હોવાનું જણાવાઈ રહ્યું છે.

સમુદ્રમાં 2,000 ચોરસ કિમી સુધી ફેલાયું તેલ!: ઓમાન નજીક ફસાયેલા ટેન્કરમાં હતું લાખો બેરલ રશિયન ક્રૂડ

સમુદ્રમાં 2,000 ચોરસ કિમી સુધી ફેલાયું તેલ!: ઓમાન નજીક ફસાયેલા ટેન્કરમાં હતું લાખો બેરલ રશિયન ક્રૂડ

સમુદ્રમાં 2,000 ચોરસ કિમી સુધી ફેલાયું તેલ!: ઓમાન નજીક ફસાયેલા ટેન્કરમાં હતું લાખો બેરલ રશિયન ક્રૂડ

Oman Oil Spill: ઓમાનના દરિયાકાંઠા નજીક ફસાયેલા ‘Caroline Bezengi’ ઓઇલ ટેન્કરમાંથી ક્રૂડ ઓઇલનું મોટું લીકેજ પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ મુજબ તેલનો ફેલાવો આશરે 2,000 ચોરસ કિલોમીટર સુધી પહોંચી ગયો છે અને ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પણ તેલ પહોંચ્યું છે. ટેન્કરમાં અંદાજે 8 લાખથી 10 લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઇલ હોવાનું જણાવાઈ રહ્યું છે.

દરિયાઈ સંરક્ષિત વિસ્તાર નજીક બનેલી આ ઘટનાથી વ્હેલ, કાચબા અને દરિયાઈ પક્ષીઓ સહિત અનેક જીવસૃષ્ટિ સામે મોટું જોખમ ઊભું થયું છે.

 

ઓમાનના દરિયાકાંઠે સર્જાયેલું આ તેલ લીકેજ હવે માત્ર એક જહાજ સાથે જોડાયેલી ઘટના રહી નથી, પરંતુ મોટા પર્યાવરણીય સંકટનું સ્વરૂપ લઈ રહ્યું છે. ‘Caroline Bezengi’ નામનું ટેન્કર જૂન મહિનામાં ઓમાન નજીક અલ-કિબ્લિયાહ ટાપુની આસપાસ ફસાયું હતું. ત્યારબાદ જહાજમાંથી ક્રૂડ ઓઇલ બહાર આવવાનું શરૂ થયું હોવાનું સેટેલાઇટ તસવીરો અને નિષ્ણાતોના વિશ્લેષણમાં સામે આવ્યું હતું. શરૂઆતમાં તેલનો ફેલાવો મર્યાદિત વિસ્તારમાં હતો, પરંતુ સમય જતાં સમુદ્રની લહેરો, પવન અને મોસમી પરિસ્થિતિઓના કારણે ઓઇલ સ્લિકનો વિસ્તાર ઝડપથી વધ્યો. હવે સ્થિતિ એટલી ગંભીર બની છે કે ઓઇલ સ્લિકનો વિસ્તાર આશરે 2,000 ચોરસ કિલોમીટર સુધી પહોંચ્યો હોવાના અહેવાલ છે. તેલ ઓમાનના મુખ્ય ભૂમિ કિનારે આવેલા રાસ મદ્રાકાહ વિસ્તાર સુધી પહોંચી ગયું છે અને મસિરાહ ટાપુ તરફ પણ ફેલાવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણ નિષ્ણાતો માટે સૌથી મોટી ચિંતા એ છે કે આ વિસ્તાર સમુદ્રી જૈવવિવિધતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

 

ટેન્કરમાં કેટલું તેલ હતું?

 

‘Caroline Bezengi’ એક મોટા Suezmax પ્રકારનું ઓઇલ ટેન્કર છે. અહેવાલો અનુસાર જહાજ રશિયાના નોવોરોસિસ્ક બંદરેથી ક્રૂડ ઓઇલ લઈને નીકળ્યું હતું. જહાજમાં આશરે 8 લાખ બેરલથી લઈને લગભગ 10 લાખ બેરલ સુધી ક્રૂડ ઓઇલ હોવાના અલગ-અલગ અંદાજ સામે આવ્યા છે. કેટલાક અહેવાલોમાં જહાજની ક્ષમતા અને તેમાં રહેલા તેલના જથ્થાને ધ્યાનમાં રાખીને લગભગ 10 લાખ બેરલનો આંકડો આપવામાં આવ્યો છે. આ ટેન્કર રશિયન ઓઇલના પરિવહન સાથે જોડાયેલા પ્રતિબંધિત ‘શેડો ફ્લીટ’ના જહાજ તરીકે પણ ઓળખાય છે. બ્રિટન અને યુરોપિયન યુનિયને તેના પર પ્રતિબંધ મૂક્યો હોવાનું અગાઉના અહેવાલોમાં જણાવાયું છે. જોકે, જહાજને નુકસાન કેવી રીતે થયું અને તેમાંથી તેલનું લીકેજ કયા ચોક્કસ કારણસર શરૂ થયું તે અંગે સંપૂર્ણ સ્પષ્ટતા હજુ થઈ નથી. જૂનમાં જહાજે યમનના કિનારે મુશ્કેલીનો અહેવાલ આપ્યો હતો અને ત્યારબાદ તેનું AIS સિગ્નલ જાહેર ટ્રેકિંગમાંથી ગાયબ થઈ ગયું હતું.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભયાનક અકસ્માત! : સ્કોર્પિયો સીધી ચિનાબ નદીમાં ખાબકતાં મચી અફરાતફરી, 5 લોકોના મોતની આશંકા

સેટેલાઇટ તસવીરોથી સામે આવ્યો મોટો ફેલાવો

આ ઘટનાની ગંભીરતા સમજવામાં સેટેલાઇટ ડેટાએ મહત્વની ભૂમિકા ભજવી છે. જુલાઈની શરૂઆતમાં યુરોપિયન કોપરનિકસ સેન્ટિનેલ સેટેલાઇટ તસવીરોમાં અલ-કિબ્લિયાહ ટાપુની આસપાસ સમુદ્રની સપાટી પર ચાંદી-ગ્રે રંગની પરત જોવા મળી હતી. નિષ્ણાતોએ આ તસવીરોનું વિશ્લેષણ કરતાં તે ઓઇલ સ્લિક હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ત્યારબાદના સેટેલાઇટ અવલોકનોમાં તેલનો ફેલાવો સતત વધતો જોવા મળ્યો. અગાઉ 7 ઓગસ્ટ સુધીમાં તેલનો ફેલાવો લગભગ 800 ચોરસ કિલોમીટર સુધી પહોંચ્યો હોવાના અહેવાલ હતા. ત્યારબાદના સેટેલાઇટ વિશ્લેષણમાં આ વિસ્તાર લગભગ 2,000 ચોરસ કિલોમીટર સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું છે. એટલે કે થોડા જ દિવસોમાં પ્રદૂષિત દરિયાઈ વિસ્તાર અનેક ગણો વધ્યો છે.

વ્હેલ અને દરિયાઈ કાચબા સહિત જીવસૃષ્ટિ સામે ખતરો

આ ઘટનાનો સૌથી ગંભીર પાસો તેનો પર્યાવરણ પર પડી શકે તેવો પ્રભાવ છે. જે વિસ્તારમાં તેલ ફેલાઈ રહ્યું છે તે સમુદ્રી જૈવવિવિધતા માટે મહત્વપૂર્ણ વિસ્તાર છે. અહીં અરબી સમુદ્રની હમ્પબેક વ્હેલ, દરિયાઈ કાચબા અને વિવિધ દરિયાઈ પક્ષીઓ જોવા મળે છે. ઓઇલની સપાટી પર ફેલાતી પરત દરિયાઈ જીવોના શ્વાસ, ખોરાક અને રહેઠાણ પર અસર કરી શકે છે. જો ક્રૂડ ઓઇલ વધુ પ્રમાણમાં દરિયાકાંઠા સુધી પહોંચે છે તો તેની અસર માત્ર પાણી પૂરતી મર્યાદિત રહેતી નથી. રેતી, દરિયાકિનારા અને દરિયાઈ પરિસ્થિતિતંત્રમાં તેલ ચોંટવાથી લાંબા સમય સુધી પર્યાવરણીય નુકસાન થઈ શકે છે. ઓમાનના રાસ મદ્રાકાહ વિસ્તારના આશરે 40 કિલોમીટર લાંબા કિનારાને જોખમ હોવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *