કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે અમદાવાદમાં મકાનોના વધી જશે ભાવ! AUDAનો મોટો નિર્ણય: આ 4 વિસ્તારોમાં બનશે 4 નવી TP સ્કીમ

Spread the love

અગામી વર્ષ-2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી થઈ છે. શહેરને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ સજ્જ કરવા અને સર્વાંગી વિકાસને વેગ આપવા માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા તેની 311મી બોર્ડ બેઠકમાં અનેક પ્રજાલક્ષી તથા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોથી શહેર અને આસપાસના સેટેલાઈટ વિસ્તારોમાં માળખાકીય પાયાની સુવિધાઓ વધશે તેમજ નવા રસ્તાઓની કનેક્ટિવિટી સુધરશે.ઔડા દ્વારા શહેરની આસપાસના વિસ્તારોને સુગઠિત અને આયોજનબદ્ધ રીતે વિકસાવવા માટે દહેગામ, ગોધાવી, કાણેટી, સાણંદ અને નિયરાડ જેવા વિસ્તારોમાં 4 નવી ટી.પી. (ટાઉન પ્લાનિંગ) સ્કીમની રચના કરવા ‘ઈન્ટેન્શન ડિકલેર’ (ઈરાદો જાહેર) કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે આશરે 500 હેક્ટર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં આધુનિક સુવિધાઓ સાથેનું શહેરીકરણ હાથ ધરવામાં આવશે. નવી ટી.પી. સ્કીમો અમલમાં આવવાથી આ વિસ્તારોમાં શહેર કક્ષાની તમામ સુવિધાઓ ઊભી થશે અને નવા રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનશે.

 

પાસો ફેંકીને નક્કી થતું કોણ કેટલો દારૂ પીશે! લુડો બોર્ડ પર ‘લેડીઝ ડ્રિંક’ અને ‘શોર્ટ ડ્રિંક’ જેવા ખાસ ટાસ્ક, જાણો સુરત પાર્ટીની અંદરની ખાસ વાતો

 

14 ટી.પી. સ્કીમોને આખરી મંજૂરી માટે અનુમોદન

શહેરની આજુબાજુ આવેલા સેટેલાઈટ વિસ્તારોના સુમેળભર્યા અનેઝડપી વિકાસ માટે ઔડા દ્વારા વધુ 14 સ્કીમોને આખરી મંજૂરી અર્થે પરામર્શ અનુમોદન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ આયોજનને કારણે અમદાવાદના પેરિફેરી (સરહદી) વિસ્તારોમાં વસતા નાગરિકોને સુવ્યવસ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહેશે.

 

નિર્ણયનગર, ઘાટલોડિયા અને મેમનગરમાં 708 જર્જરિત ફ્લેટોના રીડેવલપમેન્ટને લીલી ઝંડી

નાગરિકો અને રહીશોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા સ્ટ્રક્ચરલી નબળા અને જર્જરિત બનેલા આવાસ પ્રોજેક્ટ્સના રીડેવલપમેન્ટને બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત નિર્ણયનગર-ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ‘નંદનવન આવાસ’ (624 ફ્લેટ) અને મેમનગરની ‘મહાત્મા ગાંધી વસાહત’ (84 ફ્લેટ) મળીને કુલ 708 જર્જરિત ફ્લેટોનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. આ નિર્ણયથી ત્યાં રહેતા પરિવારજનોને સુરક્ષિત અને આધુનિક આવાસ પ્રાપ્ત થશે.

 

અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલે લહેરાવ્યો તિરંગો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાથી આપ્યો મોટો સંદેશ, જાણો કોણે ક્યાં ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

 

બોપલ, થલતેજ, ચાંદખેડામાં 15 વાણિજ્યિક પ્લોટોનું ઇ-ઓક્શન કરાશે

શહેરમાં આર્થિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઔડા દ્વારા મહત્વના વિસ્તારોમાં આવેલા 15 પ્લોટોનું ઈ-ઓક્શન (ઈ-હરાજી) દ્વારા વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પ્લોટો બોપલ, થલતેજ, ચાંદખેડા તેમજ ચાંદલોડિયા-ગોતા જેવા પ્રાઇમ લોકેશન પર આવેલા છે, જેનાથી શહેરના વેપાર-રોજગાર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટો વેગ મળશે.

 

બાંધકામ ક્ષેત્રે સુરક્ષા, કડક દંડ અને સ્વચ્છતાના ધોરણો લાગુ થશે

શહેરમાં ચાલી રહેલા વિવિધ નિર્માણકાર્યો દરમિયાન સુરક્ષાના તમામ માપદંડો જળવાય અને સ્વચ્છતા જાળવી શકાય તે માટે કડક નિયમો અને દંડની જોગવાઈ અમલી બનાવવામાં આવશે. ઔડા દ્વારા લેવાયેલા આ તમામ પ્રજાલક્ષી નિર્ણયો અમદાવાદ શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં અને તેના ઝડપી તથા સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન (મહત્વનો તબક્કો) સાબિત થશે.

 

ચકચારી સ્વીટી પટેલ હત્યાકાંડમાં ઐતિહાસિક ચુકાદો: માજી PI અજય દેસાઈને આજીવન કેદ, કિરીટસિંહ

 

અમદાવાદના વિકાસ માટે ઔડાનું આયોજન

અમદાવાદ શહેરની આજુબાજુમાં નવવિકસિત વિસ્તારોમાં પદ્ધતિસર અને આયોજનબદ્ધ વિકાસ થાય એવા આગોતરા આયોજનના ભાગરૂપે ઔડા દ્વારા ૧૪ કીમો માટે સત્તામંડળને સંપ્રાપ્ત થતા રિઝર્વેશનના પ્લોટ તથા રસ્તા અન્વયે બોર્ડ દ્વારા પરામર્શ અનુમોદન આપવામાં આવ્યું છે. આ સ્કીમોમાં સ્કીમ નં. ૧૨૦ (ઝુડાલ- કણભા-કઠવાડા-સિંગરવા), સ્કીમ નં. ૪૩૦ (વિસલપુર), સ્કીમ નં. ૦૧ (બારેજડી-નદીજ-દેવડી), સ્કીમ નં. ૦૨ (નંદીજ-દેવડી), સ્કીમ નં. ૦૬ (કલોલ-સઇજ-બોરીસણા), સ્કીમ નં. ૧૩૦ (ચિત્રાલપુર), સ્કીમ નં. ૪૨૦ (અસલાલી-લાંભા), સ્કીમ નં. ૦૧ (દહેગામ), સ્કીમ નં. ૯૧/એ (સનાથલ-તેલાવ), સ્કીમ નં. ૪૧૩ (મુઠિયા-બિલાસિયા-એણાસણ), સ્કીમ નં. ૪૪૦ (રચેખલા-ગોધાવી-ગરોડિયા-વાંસજડા-ટેટિયા-ઉનાલી) + ૩૫૨ (વાંસજડા-ઢેઢિયા), સ્કીમ નં. ૧૫૧ (સાંતેજ રકનપુર) અને સ્કીમ નં. ૩૦૭ (સાંતેજ-રકનપુર)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *