સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા બાપુજીની વાડી ખાતે એક પ્રાઇવેટ બંગલા ‘જશ્ન વિલા’માં જન્મદિવસની પાર્ટીના નામે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમીના આધારે ડુમસ પોલીસે દરોડો પાડતા ભારે ચકચાર મચી ગઈ હતી. એક મહિલા મેકઅપ આર્ટિસ્ટના બર્થડે પર પાર્ટી યોજાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસની કાર્યવાહી દરમિયાન બંગલામાંથી કુલ 22 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.પકડાયેલા લોકોમાં મોટાભાગના યુવાનો કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાથે જ તેઓ સારા અને સુખી પરિવાર સાથે સંકળાયેલા હોવાની વિગતો પણ સામે આવી છે.
ડુમસમાં આવેલા બાપુજીની વાડી જશ્ન વિલા ફાર્મહાઉસ નં.12માં રેડ કરતા રિદ્ધી રાકેશકુમાર જરીવાલાની બર્થ-ડે પાર્ટીની ઉજવણીમાં 8 મહિલાઓ તેમજ 14 પુરુષો ભેગા મળી દારૂ પાર્ટીનું આયોજન કરી દારૂની મહેફીલ કરતા પકડાયા છે. રેડ દરમિયાન 9 ફોરવ્હીલ ગાડી (કિંમત 98 લાખ), મોબાઇલ નંગ-24 કિંમત આશરે ( કિંમત, છ લાખ સડસઠ હજાર) મળી કુલ એક કરોડ ચાર લાખ સડસઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
હવે ડુમસ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંગલો કોના નામે છે, પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું, દારૂ અને બીયર ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેમજ પાર્ટીમાં હાજર લોકોને દારૂની વ્યવસ્થા કોણે કરી હતી તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ ચાલી રહી છે.
આરોપીઓના નામ ઉંમર ક્યાંના છે?
હરમીત હેમંતભાઇ પટેલ 24 અડાજણ ગામ, સુરત
જશ મુકેશભાઇ જરીવાલા 24 પીપલોદ, સુરત
રિધ્ધી રાકેશભાઇ જરીવાલા 24 ગોપીપુરા, સુરત
હેત્વી અમિતભાઈ શાહ 21 વેસુ, સુરત
ઓમ શૈલેષભાઇ પટેલ 22 ઉમરાગામ, સુરત
જેસીકા મિતેશભાઇ જરીવાલા 21 અલથાણ, સુરત
દીયા નિલેશ મશરૂવાલા 23 સલાબતપુરા, સુરત
દીશા આયુષ જરીવાલા 23 અલથાણ, સુરત
આયુષ મનોજકુમાર જરીવાલા 27 અલથાણ, સુરત
આસ્થા રીતેશ જરીવાલા 21 અલથાણ, સુરત
શ્રીયા ધર્મેશભાઇ ગલીયાવાલા 21 અલથાણ, સુરત
પ્રિયાંશ નિલેશ મશરૂવાલા 21 સલાબતપુરા, સુરત
જીનેશ રાજુભાઇ ટીકીવાલા 22 સગ્રામપુરા, સુરત
મુસ્તફા અબુલી ગોધરાવાલા 23 ટેમા ટેરેસ પાર્લે
પાર્થ અમીતભાઇ મોદી 24 વેસુ, સુરત
સમીરાજ મનદીપસિંઘ પાહવા 23 વેસુ, સુરત
ધન્વેન સંજય જરીવાલા 21 અલથાણ, સુરત
નીધી રાકેશ જરીવાલા 22 અલથાણ, સુરત
રૂષાદ હોસેદર દારૂવાલા 21 પાલ, સુરત શહેર
મનન રાજનાથ બેલ 24 ડુમસ, સુરત
કાવ્યકુમાર નિલેશભાઇ મોરે 21 પાલ, સુરત
એલીસ હિતેન્દ્રભાઇ પટેલ 25 મગદલ્લા ગામ, સુરત