GJ-18 નાં સુપ્રસિદ્ધ એવાં સે-૨૨ ખાતેનાં પંચદેવ મંદિર ખાતે ગુરૂૂર્ણિમાનાં પવિત્ર દીવસે બ્રિજરાજસિહ ગોહિલ પરિવાર દ્વારા ધ્વજારોપણનો સેતુ ઉભો કરીને નવી રાહ ચીંધી છે. પંચદેવ મંદિરની સ્થાપના અને ઈંટ મૂક્યા બાદ આજ દિન સુધી ક્યારેય ધ્વજા ફરકાવવામાં આવી નથી. ત્યારે ગોહિલ પરિવાર દ્વારા કરેલ ધ્વજારોપણ જે ધ્વજા લહેરાતી હતી તે ખરેખર GJ-18 નું સૌભાગ્ય કહેવાય. ત્યારે પંચદેવ મંદિર ખાતે પ્રથમવાર ફૂલશંકર શાસ્ત્રી મહારાજના સાનિધ્યમાં ધ્વજારોપણ ઉત્સવ યોજાયો હતો.
સે-૨૨ ખાતે ધ્વજારોપણ કાર્યક્રમ દરમયાન ધ્વજા રોપાયા બાદ પવનના સુસવાટાથી જે ધ્વજા ફરકતી હતી, તે ખરેખર જાેવાલાયક હતી. ૫૧ વર્ષનાં ઈતિહાસમાં સૌપ્રથમવાર જે આઈડિયા ગણો કે દિલ અને મનથી કરેલી આસ્થા ખરેખર વધાવવા લાયક છે. આ પ્રસંગે ધારાસભ્ય ડો. ઝ્રત્ન ચાવડા, વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્ર સિંહ વિહોલા, જયરાજસિંહ વાધેલા, ભગીરથસિહ થી લઇને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે હરહંમેશ સેવા કરવામાં પ્રથમ અને આપવામાં પણ પ્રથમ આંગળી ઊંચી કરનારા બ્રિજરાજસિંહે ધ્વજારોપણનો સેતું જે ઉભો કર્યો તેનું આવતા વર્ષ માટે બુકિંગ પણ શરૂ થઈ ગયું છે ત્યારે પ્રથમ ઈંટ મંદિરમાં મૂક્યા બાદ પ્રથમ ધ્વજારોપણ કરનારા ગોહિલ પરિવાર દ્વારા થયેલ કામગીરી હર હમેશ યાદ રહેશે.