૧૬ વર્ષની સગીરા એવી હેન્ડબોલની ખેલાડી પર બળાત્કાર ગુજારનાર હરિયાણા વાસીને એસ. એસ. ટી. સેલનાં નાયબ અધિક્ષક બી. જે. ચૌધરીએ ઝડપી લીધો.પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રનાં અમરાવતી વિસ્તારની ૧૬ વર્ષીય હેન્ડબોલની સ્ટેટ લેવલની સગીર ખેલાડી ટ્રેનિંગ માટે ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાતે આવી હતી. વર્ષ ૨૦૧૯ થી જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન તે છ માસ ઉપરોક્ત સંકુલમાં રોકાઈ હતી. તે સમયે એક બહેનપણીના માધ્યમથી તેનો પરિચય રવી ઈશ્વરસિહ ધનધસ (રહે.ધનાના, જિ. ભિવાની, હરિયાણા) સાથે થયો હતો. યુવક પણ હેન્ડબોલનો ખેલાડી હોવાથી બંને સાથે મળીને ખેલની પ્રેક્ટિસ કરતા હોવાથી પરિચય વધતા મિત્રતા કેળવાઈ હતી. યુવતીનો ટ્રેનિંગનો સમય પૂરો થવાથી તેને પરત ઘેર જવાનું હતું પરંતુ, તે સમયગાળા દરમ્યાન તેને ટ્રેનની ટિકિટ મળી ન હોવાથી તે સગીરાને હરિયાણા વાસી યુવકે તેને સે-૧૬ ખાતે આવેલી હોટેલમાં રૂમની વ્યવસ્થા કરી આપી હતી. આ સમય દરમિયાન પ્રેમજાળમાં ફસાવીને તેને સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ સગીરા તેનાં વતન ગઈ હતી. ત્યારપછી પણ રવી તેને ફોન કરતો હતો અને બ્લેમેઇલિંગ કરીને વીડિયો કોલમાં ર્નિવસ્ત્ર થવા ફરજ પાડતો હતો. આવાં વારંવારના બ્લેકમેઇલિંગ તેમજ બળાત્કારની ઘટનાથી ત્રસ્ત યુવતી સમગ્ર વાત પોતાની માતાને કરતાં તેણીની માતાએ અમરાવતી પોલીસ મથકમાં ૦ નંબરથી ફરિયાદ નોંધાવી હતી. જેથી, અમરાવતી પોલીસે ફરિયાદ નોંધીને સે-૨૧ પોલીસ મથકમાં ગૂનો ટ્રાન્સફર કરાયો હતો. આ બાબતે સે-૨૧ પોલીસે હરિયાણાના ૨૦ વર્ષીય ખેલાડી વિરૂદ્ધ બળાત્કાર ઉપરાંત એટ્રીસીટી તેમજ આઇ. ટી. એક્ટ હેઠળ ગૂનો દાખલ કર્યો હતો. તેની તપાસ એસ. સી- એસ. ટી સેલનાં નાયબ પોલીસ અધિક્ષક બી. જે. ચૌધરી કરી રહ્યા હતાં. તેઓએ આરોપીને ઝડપી લેવા ટેકનિકલ સર્વેક્ષણ હાથ ધરીને તેનાં ફોનના લોકેશનથી જાણવા મળ્યું કે તે હાલમાં ગાંધીનગર પહોચ્યો છે જેથી,તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.