રાજ્ય પોલીસ વડા ના આદેશ અનુસાર ગેરકાયદેસર બાયોડિઝલ નો વેપાર કરતા તત્વો નવા શોધી ને કડક કાર્યવાહી કરવાની તાકીદ રેન્જ આઈ .જી .તથા જિલ્લા પોલીસ વડા એ આપેલ હોઈ આવી પ્રવૃત્તિ ને ડામવા માટે જિલ્લા ગુન્હા નિવારણ (એલ.સી.બી.૧) ના ઓ પેટ્રોલિંગ માં હતા ત્યારે પી.આઈ. જે .જી.વાઘેલા ની ટીમે ને બાતમી મળી હતી કે મોટી ભોંયન માં એક બિલ્ડર ની સાઈટ માં બાયોડિઝલ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેથી એલ.સી.બી.૧ ની ટીમે એકસનમોડ માં આવી જઈને મોટી ભોંયણ માં આવેલ ફોચ્યુન બિલ્ડર્સ નામ ની સાઈટ પર વતરાતા વાહનો માં બાયોડિઝલ નો ઉપીયોગ થતો હોવાનું જણાયુ હતું આ બિલ્ડરની સાઈટ પર અન્ડર ગ્રાઉન્ડ લોખન્ડ ટાંકી માં બાયોડિઝલ કાઢવાની નોઝલ મળી આવી હતી . જેથી ટાંકી માં તપાસ કરતા અંદર ૪૦૦૦ લીટર બાયોડિઝલ જેની કિંમત રૂ. ૨ લાખ ૩૯ હજાર ની થવા જાય છે. તે મળી આવતા પોલીસે ટાંકી ને શીલ મારી દીધુ હતું અને આ સાઈટ ના માલીક કિરીટભાઈ શંભુપ્રસાદ પટેલ ( રહે. ૪૫/બી .અંબિકાનગર સોસાયટી , હાઇવે ,કલોલ સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે .
ઉલ્લેખનીય છે કે બિલ્ડર ની સાઈટ પર વપરાતા વાહનો માં બાયોડિઝલ નો ઉપયોગ કરવામાં આવતો હતો .આ બાયોડીઝલ અત્યન્ત જવલનશીલ હોવા છતાં સાઈટ ઉપર ફાયર સેફટી ના હોઈ સાધનો જાેવા મળ્યા ન હતા .તેમજ વધુ પુછ પરછ માં બિલ્ડરે જણાવેલ કે તેઓની પાસે ફાયર સેફટી ના સાધનો નથી તેમજ કોઈ પણ જાતનું લાયસન્સ તેઓ ની પાસે નથી તેમજ જે કામ સાથે સંકળાયેલા કંપની છે .તેવા કોન્ટ્રાક્ટ ના પ્લાન્ટ માં મોટા પાયે રિસાયકલ લાઈટ ડીઝલ ઓઇલ નો પણ ઉપયોગ થતો હોવાનું કબુલ્યું હતું.પોલીસે બાયોડિઝલ ના સેમ્પલ મેળવી ને તપાસ અર્થે એફ.એસ.એલ માં મોકલી દેવાયા છે.