સામાન્ય રીતે નાગરિકો અને આમ જનતા દ્વારા જાે ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવે, તો નિયમભંગ ની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પણ હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર પોલીસ કર્મચારીઓ સામે પણ નિયમભંગ ની કાર્યવાહી કરવા માટે, એક અઠવાડિયાની ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે .જેમાં પોલીસ કે પી લખેલા ખાનગી વાહન ફેરવતા પોલીસ કર્મચારીની ઝડપી લઇ કડક પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત માસ્ક, હેલ્મેટ ,ત્રણ સવારી, ડાર્ક ફિલ્મ અને ખામીયુક્ત નંબર પ્લેટ વાળા પોલીસ સામે પણ ટ્રાફિક નિયમ ભંગ ની કાર્યવાહી કરવામાં આવશે.
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ પર આવતા જતા હોય ત્યારે હેલ્મેટ પહેર્યા વગર, ત્રણ સવારી ,ડાર્ક ફિલ્મ કે ખામીયુક્ત નંબર પ્લેટ સાથે જાેવા મળતા હોય છે. પોલીસ અથવા પી લખેલા કે માસ્ક પહેર્યા વગર વાહન ચલાવવા સહિતના કાયદાનો ભંગ પોલીસ કરતી હોવાનું ધ્યાન પર આવેલ. કાયદાનું પાલન કરાવવાની જેમની જવાબદારી છે જ્યારે એ જ કાયદાનો ભંગ કરે તે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય અને જેનાથી પોલીસ ખાતાની છાપ પણ ખરડાય છે. જે ચલાવી શકાય નહીં તેમ એક આદેશમાં જણાવવામાં આવ્યું છે. આથી આમ જનતાની જેમ ટ્રાફિક નિયમ ભંગ કરનાર પોલીસ કર્મચારીઓ સામે પણ નિયમ ભંગ ની કાર્યવાહી કરવા માટે તારીખ ૨૩થી ૨૯ જુલાઈ સુધી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ટ્રાફિક નિયમ ભંગ કરનાર પોલીસ કર્મીઓ સામે ડી. સી. પી. એ શિસ્તભંગના પગલા ભરવા અંગેનો રીપોર્ટ કરવાનો રહેશે. આ માટે તમામ પોલીસ સ્ટેશન પોલીસ હેડ ક્વાર્ટર કમિશનર કચેરી તમામ પોલીસ અધિકારીઓની કચેરીઓમાં આવતા જતા પોલીસ કર્મીઓ નિયમ ભંગ કરતાં જણાશે તો મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની રહેશે આ માટે ખાસ ચેકીંગ પોઇન્ટ ઉભા કરવાના રહેશે. આ માટે ડી.સી.પી.એ જાતે જ પોતાના વિસ્તારનું સુપરવિઝન કરવાનું રહેશે. તેમજ અઠવાડિયા દરમિયાન થયેલ કાર્યવાહી અંગે નો રિપોર્ટ કમિશનર કચેરીએ મોકલવાનો રહેશે.