Ahmedabad: સોલામાં ઢોંગી ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, વિધિના નામે કેફી પીણું પીવડાવી વારંવાર લંપટતા આચરી

Spread the love

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા ગત વર્ષે સતત બીમાર રહેતી હતી. જેથી તેના માતા-પિતા ઓળખીતા ચંદ્રકાંત પંચાલ નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. ચંદ્રકાંત પંચાલ પોતાની ઓળખ ભુવા તરીકે આપતો હતો. તેણે સગીરાને ભૂત વળગ્યું હોવાનું કહીને વિધિ કરવાની વાત કરી હતી.

 

ઢોંગીએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

 

વિધિ દરમિયાન માતા-પિતાને રૂમની બહાર મોકલી દઈ, આરોપીએ સગીરાને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કરી દીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ રીતે વિધિના નામે તેણે 3 થી 4 વખત સગીરાને પિછાણ કરી હતી.આરોપીએ માત્ર અંધશ્રદ્ધાનો સહારો લીધો નહોતો, પરંતુ પરિવારની નબળી આર્થિક સ્થિતિનો પણ ગેરફાયદો ઉઠાવ્યો હતો. તેણે વિધિ કરવાથી ઘરની સ્થિતિ સુધરી જશે અને ‘સોનું મળશે’ તેવી લાલચ આપીને સગીરાને વારંવાર બોલાવી હતી. કુકર્મ બાદ જો આ અંગે કોઈને કહેશે તો પરિવારનું ખરાબ થઈ જશે તેવી ધમકીઓ પણ આપી હતી.

 

સગીરા સાથેના ફોટા વાયરલ કર્યા

 

આરોપી ચંદ્રકાંત પંચાલે સગીરા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં સંબંધીઓના ધ્યાને આવ્યા હતા. પરિવારને જાણ થતાં તેમણે તાત્કાલિક સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.સોલા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચંદ્રકાંત પંચાલની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ છેતરપિંડીના 4 ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેણે વિધિના નામે લોકો પાસેથી રૂ. 56 લાખ જેટલી રકમ પણ પડાવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *