કોરોના મહામારીમાં સરકારે ગરીબોને મફત રાશન આપ્યું હતું. પરંતુ મહામારીના વિકટ સમયમાંNFSA કાર્ડ હોવા છતાં રાજ્યનાં ૩ લાખ પરિવારોએ છેલ્લા ૩ મહિનાથી, જ્યારે ૨.૭૫ લાખ કાર્ડ ધારક પરિવારોએ છેલ્લા ૬ મહિનાથી મફતમાં રાશન ન લઈને પોતાની ખુદ્દારી પ્રગટ કરી છે. તેમ છતાં રાજ્યની ભાજપ સરકારે મે/જુન-૨૦૨૧ દરમિયાન ૭૧ લાખ પરિવારોના ૩.૪૧ કરોડ લોકોએ એટલે કે અડધા ગુજરાતે મફત અનાજ ખાધુ હોવાનું જુઠાણું ચલાવી ગુજરાતની જનતાની ખુદ્દારીનું અપમાન કર્યુ હતું. એવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારે મે અને જુન-૨૦૨૧ દરમિયાન રાજ્યના કુલ ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને ૨.૩૯ લાખ મેટ્રિક ટન ઘઉં અને ૧.૦૩ લાખ મેટ્રિક ટન ચોખાનું વિના મૂલ્યે વિતરણનો દાવો કર્યો છે (જેની બજાર કિમત ૧૧૬૭ કરોડ થાય છે). જાે કુલ ૭૧ લાખ દ્ગહ્લજીછ કાર્ડ ધારકો પૈકી ૩ લાખ (૪.૨૨%) NFSA કાર્ડ ધારકોએ મફત રાશન લીધુ જ નથી, તો પછી એમના ભાગના અંદાજે ૫૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘઉં અને ચોખાનો બારોબાર ક્યાં વહિવટ કરવામાં આવ્યો? મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે પહેલા તો ગુજરાતીઓની ખુદ્દારીનું અપમાન કરવા બદલ જનતાની માફી માંગવી જાેઈએ. તેમજ આ પરિવારના હકનું અનાજ ક્યાં સગેવગે થયુ તેની તપાસ થવી જાેઈએ.