દિલ્હી -મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માનો એક છે.આ પ્રોજેક્ટ દેશની જનતા માટે પણ મહત્વપૂર્ણ છે. આ એક્સપ્રેસ વે દિલ્હી – મુંબઈ વચ્ચે યાત્રાના સમય ને ઘટાડીને લગભગ અડધો એટલે કે ૧૨ કલાક કરી દેશે. હાલમાં જ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું કે તમામ બાધાઓ છતાં પણ આ પ્રોજેક્ટ ને જલ્દી પૂરો કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે.
દિલ્હી અને મુંબઈને જાેડનાર આ લેન એક્સપ્રેસ – વે ઈસ્ટ વેસ્ટ કોરિડોરનો એક ભાગ છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ- વેના પુરા કોરિડોરને જાન્યુઆરી ૨૦૨૩ સુધી પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ -વે હશે જે ૧૩૫૦ કિમી લાંબો હશે. દેશના બે સૌથી વ્યસ્ત માર્ગો ને જાેડનાર આ રસ્તો શહેર અને રાજમાર્ગ પર ટ્રાફિકને ઓછો કરી દેશે. આનાથી વારંવાર થનાર ટ્રાફિક જામની સમસ્યા ઘણી ઓછી થશે અને યાત્રાનો સમય પણ ઘટશે. હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર ને જાેડનાર આ દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ- વે ૯૦૦૦૦ કરોડ રૂપિયામાં બની રહ્યો છે.
આ એશિયાનો એવો પહેલો એક્સપ્રેસ -વે હશે ,જેમાં પ્રાણીઓને જવા માટે ઓવર -પાસ હશે કારણકે એક્સપ્રેસવે થી કેટલાક વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી થી થઈને નીકળે છે.આ ઉપરાંત આ ગ્રીન એક્સપ્રેસ – વે હશે.આ એક્સપ્રેસ -વે ના કિનારે છોડ પણ હશે ,સાથે જ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરાવવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે.