અમદાવાદના નરોડા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં સગીરા (Ahmedabad Minor Girl) સાથે કથિત છેડતી અને જબરદસ્તીનો પ્રયાસ કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, 17 વર્ષીય સગીરા રાત્રે પોતાના પિતાને ટિફિન આપવા બાંધકામ સાઈટ પર પહોંચી હતી, જ્યાં ત્રણ યુવકોએ તેની સાથે અડપલાં અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.સગીરાએ બચવા માટે પ્રતિકાર કરતાં થયેલી ઝપાઝપી દરમિયાન તે બિલ્ડિંગના 10મા માળેથી નીચે પટકાઈ હતી. સદનસીબે ગંભીર અકસ્માત છતાં તેનો બચાવ થયો છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
પિતાને ટિફિન આપવા બાંધકામ સાઈટ પર પહોંચી હતી
મળતી માહિતી મુજબ, નરોડા વિસ્તારમાં આવેલી ‘શ્યામ ઉપવન’ નામની નિર્માણાધીન બિલ્ડિંગમાં સગીરાનો પિતા કામ કરતા હતા. રાત્રિના સમયે 17 વર્ષીય સગીરા (Ahmedabad Minor Girl) પોતાના પિતાને ટિફિન આપવા માટે બાંધકામ સ્થળે પહોંચી હતી. આ દરમિયાન ત્યાં હાજર ત્રણ યુવકોએ તેને એકલી જોઈ તેની સાથે કથિત રીતે જબરદસ્તી અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.
Ahmedabad Minor Girl: બચવા માટે પ્રતિકાર કરતાં 10મા માળેથી નીચે પટકાઈ
આરોપીઓના કથિત પ્રયાસનો સગીરાએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન યુવકો સાથે તેની ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી દરમિયાન સગીરા (Ahmedabad Minor Girl)નું સંતુલન બગડતાં તે 10મા માળેથી નીચે પટકાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાના કેટલાક દૃશ્યો બાંધકામ સાઈટ પર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. 10મા માળેથી નીચે પટકાવા છતાં સદનસીબે સગીરાનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા
ઘટનાની જાણ થતાં નરોડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવાતા બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે દિનેશ નિનામા નામના આરોપીને બાંધકામ સાઈટ નજીકથી ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઘટનામાં સંડોવાયેલો ત્રીજો આરોપી હજુ ફરાર છે. તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
CCTVના આધારે પોલીસની તપાસ
ઘટનાના CCTV ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વના પુરાવા બની શકે છે. પોલીસ દ્વારા ફૂટેજની તપાસ કરીને સમગ્ર ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ આરોપીઓની ભૂમિકા, ઘટના સમયે તેઓ ક્યાં હતા અને સગીરા (Ahmedabad Minor Girl) સાથે ચોક્કસ શું બન્યું હતું તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે નરોડા વિસ્તારમાં ચકચાર મચી છે. હાલ પોલીસની તપાસ અને સગીરાની સારવાર બંને મહત્વના તબક્કે છે.
