નકલી દારૂ કાંડ બાદ એસપીની લાલ આંખ : ગંભીર બેદરકારી બદલ 5 પોલીસ કર્મી સસ્પેન્ડ

Spread the love

વિપુલ હિરાણી) ભાવનગર તા.20 ભાવનગર શહેરમાં ચકચારી બનેલા નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર જિલ્લા સહિત પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ગંભીર ઘટનાની કડક નોંધ લઈને ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા ફરજમાં ઘોર બેદરકારી અને નિષ્કાળજી દાખવનારા પાંચ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આકરો હુકમ કરવામાં આવ્યો છે.સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં વરતેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ પ્રકાશસિંહ, ડી-સ્ટાફ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જયવંતસિંહ ડાયમાં, ડી-સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ હરુભા સરવૈયા અને બીટ જમાદાર એએસઆઈ ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.

 

આ ઉપરાંત, નિલમબાગ પોલીસ મથકના એક મહિલા પોલીસ કર્મીને પણ અન્ય ગુનાની તપાસમાં ફરજ દરમિયાન ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બનેલા બનાવને પગલે લોકલ સ્ટાફ તેમજ બીટ ઇન્ચાર્જ સામે કડક શિસ્તભંગના પગલાં ભરાતા સમગ્ર પોલીસ આલમ માં ફાળ પડી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *