ગાળોનો એવો વરસાદ કર્યો કે છોડાવવા આવેલા લોકોએ પણ કાન પકડી લીધા

Spread the love

સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ હાલમાં સામે આવેલા એક વીડિયોએ સોશિયલ મીડિયા યૂઝર્સનું(Girls Fight Viral Video) ખાસ ધ્યાન ખેંચ્યું છે. રોડની વચ્ચે બે યુવતીઓ વચ્ચે થયેલી જબરદસ્ત ફાઈટ અને મારામારીનો આ વિડિયો હાલ ઇન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ લડાઈ એટલી હદે વધી ગઈ હતી કે ત્યાં ઉપસ્થિત લોકો પણ દંગ રહી ગયા હતા.મૂળ વિગત મુજબ, આ બંને યુવતીઓ વચ્ચેનો આ વિવાદ કોઈ બોયફ્રેન્ડને લઈને થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં એક છોકરાનું નામ પણ વારંવાર લેવામાં આવી રહ્યું છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો પ્રેમસંબંધ કે લવ-ટ્રાયેન્જલ સાથે જોડાયેલો છે. બંને યુવતીઓ વચ્ચેનો અહમ અને ગુસ્સો આ ખુલ્લેઆમ રોડ પરની મારામારીમાં બહાર આવ્યો હતો.

 

ગાળાગાળી અને ઉગ્ર દ્રશ્યો

આ લડાઈ દરમિયાન બંને તરફથી એવી-એવી અને એટલી બધી ખરાબ ગાળો બોલવામાં આવી કે જેને શબ્દોમાં પણ વર્ણવી શકાતી નથી. સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ કરી રહ્યા છે કે આ યુવતીઓની ગાળો અને આક્રમક અંદાજ જોઈને કદાચ આજકાલના લડાઈ કરતા છોકરાઓ પણ પાછળ રહી જાય. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ઝઘડો છોડાવવા કે મામલો થાળે પાડવા આવેલ રાહદારીઓ કે સ્થાનિક લોકોને પણ આ યુવતીઓએ ગાળો આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *