ડોલરનો એવો જાદુ કે ગુજરાતની બેંકોમાં ટનબંધ રૂપિયા ઠાલવી રહ્યા છે NRI!, આ છે ગુજરાતના TOP 6 ડોલરિયા જિલ્લા

Spread the love

ગુજરાતમાંથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં જવાનો એવો ક્રેઝ છે કે લોકો 80થી 85 લાખ રૂપિયા ડંકી રૂટમાં ખર્ચવા તૈયાર છે. ડંકી રૂટમાં મુશ્કેલીઓના પહાડ સાથે અનેક ખતરાઓ હોવા છતાં લોકો અમેરિકા પહોંચવા માટે પૈસા સાથે જીવને પણ જોખમમાં મૂકે છે.

ગુજરાતીઓ અમેરિકા જવા માટે રીતસરની પડાપડી કરે છે. દેશમાં પંજાબ અને ગુજરાતના લોકો અમેરિકા અને કેનેડા જાય છે તો સાઉથમાંથી અરબ દેશોનો ક્રેઝ છે.

NRI હવે ડોલર ઘરભેગા કરવા લાગ્યા

 

ગુજરાતમાં મહેસાણા, આણંદ અને કચ્છ એવા જિલ્લા છે જયાં ભાગ્યે જ કોઈ ગામડું હશે જ્યાંથી કોઈ અમેરિકા કે કેનેડા નહીં રહેતું હોય. આ ગાંડપણના કારણે આજે ગુજરાતની બેન્કોમાં ડોલરનો વરસાદ થઈ રહ્યો છે. ડોલરના વધતા જતા ભાવ વચ્ચે વિદેશમાં રહેતા NRI હવે ડોલર ઘરભેગા કરવા લાગ્યા છે. જેને કારણે ગુજરાતની આર્થિક સમૃદ્ધિમાં પણ જોરદાર વધારો થયો છે.

 

NRI ડિપોઝિટમાં ટોપ 6 જિલ્લાઓ

 

જિલ્લો થાપણ ( રૂપિયામાં)

અમદાવાદ 27326 કરોડ

વડોદરા 19447 કરોડ

કચ્છ 18221 કરોડ

આણંદ 9746 કરોડ

સુરત 9480 કરોડ

રાજકો 9368 કરોડ

1 વર્ષમાં આશરે રૂ. 13,466 કરોડનો વધારો

 

સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી ગુજરાતના તાજેતરના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગુજરાતમાં NRI ડિપોઝિટ વાર્ષિક ધોરણે 12.4 ટકા વધીને રૂ. 1,22,363.74 કરોડે પહોંચી છે. ગયા વર્ષે આ સમયગાળામાં આ આંકડો રૂ 1,08,897.99 કરોડ હતો, જેમાં આશરે રૂ. 13,466 કરોડનો વધારો નોંધાયો છે. હાલ ડોલર સામે રૂપિયાનો ભાવ 95.70 ની આસપાસ હોવાથી ડોલર મજબૂત થતાં વિદેશમાં રહેતા NRIએ મોટી સંખ્યામાં પોતાના નાણાં વતન ટ્રાન્સફર કર્યા છે.

 

આ આર્થિક પ્રવાહમાં તમને એમ હશે કે કચ્છ કે આણંદ જિલ્લાએ મેદાન માર્યું હશે પણ સૌથી વધારે નાણા અમદાવાદ જિલ્લામાં આવ્યા છે. NRI ફેમિલીએ અમદાવાદની બેન્કોમાં 27,326 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આજ પ્રકારે વડોદરામાં 19,447 કરોડ રૂપિયા બેંકોમાં જમા થયા છે.

કચ્છ જિલ્લાએ શાનદાર દેખાવ કર્યો

 

વિદેશમાં વસતા લોકો જ્યારે માદરે વતનમાં રૂપિયાનો વરસાદ વરસાવતા હોય ત્યારે કચ્છ પણ કેમ બાકાત રહે. કચ્છ જિલ્લાએ શાનદાર દેખાવ કર્યો છે. રાજ્યની કુલ NRI ડિપોઝિટમાં કચ્છ જિલ્લાએ 18,212.65 કરોડના યોગદાન સાથે રાજ્યભરમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.

 

માધાપરમાં એક વર્ષમાં 1000 કરોડની થાપણ વધી

 

માથાપર એશિયાના સૌથી સમૃદ્ધ ગામ તરીકે ઓળખાય છે. તાજેતરના અહેવાલો મુજબ ગામની 19 બેંકોમાં કુલ થાપણ રકમ ₹8,000 કરોડથી વધુ છે. 2025ના અહેવાલો મુજબ ₹7,000 કરોડ હતી. હાલમાં 2026માં તે 8,000 કરોડને પાર થઈ ગઈ છે. માધાપરની સમૃદ્ધિ પાછળ વિદેશમાં વસતા પરિવારો દ્વારા મોકલાતી રકમ છે. લાંબા સમયથી ચલતી બચતની પરંપરા અને ખેતી મુખ્ય આધાર છે.

 

વિદેશમાં વસતા કચ્છીઓએ પોતાના વતનમાં નાણાં રોકવા પ્રત્યેનો રસ સતત વધી રહ્યો છે. જે સ્થાનિક સ્તરે આર્થિક મજબૂતાઈ દર્શાવે છે. વિદેશી હૂંડિયામણની આ આવાથી સ્થાનિક સ્તરે બેંકોની ધિરાણ ક્ષમતામાં મોટો વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *