ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય! ૨ લાખ વિદેશીઓના B1-B2 વિઝા રદ કરવાની તૈયારી

Spread the love

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર આવું થશે! ટ્રમ્પ સરકાર ૨ લાખ વિદેશીઓના વિઝા રદ કરવાની તૈયારીમાં વીઝા રદ્દ થવાનો અર્થ એવો નથી કે તે લોકોને તાત્કાલિક દેશમાંથી હાંકી કાઢવામાં આવશે : અધિકારીઓની સ્પષ્ટતા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં શરણ માટે અરજી કરનારા અથવા શરણ મેળવવાનો પ્રયાસ કરી રહેલા આશરે ૨ લાખ વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવા માટેની મોટી તૈયારી કરી રહ્યું છે.

જાે આ યોજનામાં કોઈ ફેરફાર કે કાનૂની પડકાર નહીં આવે, તો વિદેશ વિભાગ દ્વારા આગામી સપ્તાહોમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. અમેરિકી ઇતિહાસમાં એક જ સમયે આટલી મોટી સંખ્યામાં વીઝા રદ્દ કરવાનો આ સર્વપ્રથમ અને મોટો કિસ્સો બનશે.અહેવાલો તેમજ વિદેશ વિભાગના દસ્તાવેજાે અનુસાર, આ કડક ર્નિણય હેઠળ વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૬ ની વચ્ચે ઇશ્યૂ કરવામાં આવેલા B1 અને B2 વીઝાનો સમાવેશ થાય છે. વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ સાથે મળીને એવા વિદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જેઓ ટૂંકા ગાળાના વિઝિટર તરીકે અમેરિકા આવ્યા હતા પરંતુ પાછળથી અહીં કાયમી ધોરણે રહેવા માટે શરણની અરજી દાખલ કરી દીધી હતી.’મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..’ કોર્ટમાં CBI ના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટઅધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વીઝા રદ્દ થવાનો અર્થ એવો નથી કે તે લોકોને તાત્કાલિક દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. જે લોકોના શરણ મેળવવાના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, તેઓ કાનૂની રીતે તેમના દાવા પર આગળ વધવાનો અધિકાર જાળવી રાખશે. જાેકે, તેઓ પોતાનું બિઝનેસ કે ટૂરિઝમ વિઝિટર તરીકેનું સ્ટેટસ ગુમાવી દેશે. ટ્રમ્પ પ્રશાસનના બીજા કાર્યકાળની શરૂઆતથી જ અમેરિકી વીઝા અને ઇમિગ્રેશન નિયમોને અત્યંત કડક બનાવવાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *