રાજકોટ, તા.26 રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં ફાળવાયેલા 81 નવા મહેસુલી તલાટીઓને જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા અંતે જિલ્લાની મામલતદાર કચેરીઓમાં પોસ્ટીંગ આપી દેવામાં આવેલ છે.
તેની સાથોસાથ જિલ્લાની મામલતદાર સહિતની મહેસુલી કચેરીઓમાં ફરજ બજાવતા 73 તલાટીઓની આંતરિક બદલી કરવામાં આવી છે તેમજ જિલ્લા ફેર બદલીથી થોડા સમય પહેલા રાજકોટ મુકાયેલા છ તલાટીઓને પણ નિમણુંકના ઓર્ડર આપવામાં આવ્યા છે.
અહી ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર મહેસુલ વિભાગ દ્વારા તાજેતરમાં રાજકોટ જિલ્લાના હવાલે કરાયેલા 81 નવા તલાટીઓ કે જેઓ લાંબા સમયથી પોષ્ટીંગ રાહ જોઈ રહ્યા હતા તેઓને અંતે જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નિમણુંકના ઓર્ડર આપવામાં આવેલ છે.
રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, પડધરી, ઉપલેટા, ધોરાજી, જસદણ, જેતપુર સહિતના તાલુકાની મામલતદાર કચેરીઓમાં આ નવા તલાટીઓની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાની મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા 73 તલાટીઓની બદલી કરવામાં આવી છે.
જયારે જિલ્લાફેર બદલીથી રાજકોટમાં મુકાયેલા છ જેટલા તલાટીઓ પણ છેલ્લા ઘણા સમયથી પોષ્ટીંગની પ્રતીક્ષા કરી રહ્યા હતા તેઓને પણ નિમણુંકના ઓર્ડરો આપી કચેરી ફાળવી દેવામાં આવી છે.
