મહાદેવ એપ.ના પ્રમોટર સહિત 97ને રૂા.40603 કરોડની જીએસટી નોટીસ

Spread the love

નવી દિલ્હી, તા.29 દેશભરમાં બહુ ચર્ચિત બનેલા મહાદેવ એપ.ના સુત્રોધારો સહિત 97 લોકોને રૂા.40603ની જીએસટી નોટીસ મોકલવામાં આવી છે. જે દેશમાં અત્યાર સુધીમાં આડકતરા કરવેરાની ઉઘરાણીમાં સૌથી મોટી રકમની નોટીસ માનવામાં આવે છે.

 

મહાદેવ એપ.ના પ્રમોટર સૌરભ ચંદ્રાકર તથા કો-પ્રમોટર રવિ ઉપલ અને અન્ય લોકોને જીએસટી રાયપુર ઝોન દ્વારા આ નોટીસ મોકલવામાં આવી છે જેમાં કંપનીએ ઓનલાઇન બુકિંગ નેટવર્કનો જે વ્યવહાર કર્યો છે તેમાં જીએસટીની ગણતરી કરીને દંડ અને વ્યાજની રકમ સહિત રૂા.40603 કરોડની રકમ વસુલવા માટે તૈયારી છે.અંગે તેમના પુરા વ્યાપાર જે 1 એપ્રિલ-2020 થી માર્ચ-31 2024 વચ્ચેનો રૂા.1.45 લાખ કરોડનો હોવાનું અંદાજ મુકવામાં આવ્યું છે. જેમાં કુલ 97 લોકોને આ પ્રકારે વ્યવહારો બદલ નોટીસ આપવામાં આવી છે.

 

લગભગ બે હજાર ઓપરેટરો મારફત આ સમગ્ર સટ્ટા નેટવર્ક ચાલતું હતું અને તેમાં રૂા.5 થી 10 લાખના વ્યવહારો થતાં હતાં અને વોટ્સએપ મારફત તથા બેનામી બેન્ક ખાતાઓ મારફત નાણાંકીય વ્યવહારો થતાં હતા અને તેમાંથી 80 ટકા નફો પ્રમોટર પાસે જતો હતો.

આ તપાસ છેક દુબઇ સુધી પહોંચી હતી અને ચંદ્રાકર તથા ઉપલ બંને યુએઇ નાસી ગયા હતા અને તેના પર રેડ કોર્નર નોટીસ બાદ છત્તીસગઢ પોલીસે તેમનું પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *