આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રાજ્યના શ્રમ આયુક્ત કમિશનર દ્વારા જે નીતિ નિયમો નિયત કરાયેલા છે. તેની સાથે જ આરોગ્ય વિભાગમા આઉસોર્સિંગ થી રખાતા કર્મચારીને નિયમો મુજબ મળતાં લાભો અપાયા તેના દસ્તાવેજી પુરાવા એજન્સીઓએ રજૂ કરવામાં નહિ આવે ત્યાં સુધી એજન્સીઓને પાંચ ટકા સર્વિસ ચાર્જ ચૂકવવામાં નહી આવે. આમ, રાજ્યના આરોગ્ય કમિશનરે આવો આદેશ કરીને વર્ષોથી ખાનગી એજન્સીઓ દ્વારા શોષણ કરવામાં આવતું હતું તેની ઉપર નિયંત્રણો મૂકી દેવાયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર ઉપર મુજબનો આદેશ થવાથી આઉસોર્સિંગનાં કર્મચારીઓ દ્વારા હવે એવી આશા બંધાઈ છે કે હવે અગાઉના વર્ષોમાં જે લાભો આપવામાં આવ્યા નથી તેનું એરિયર્સ પણ આપવામાં આવશે. નોંધનીય છે કે આરોગ્ય વિભાગમા સામૂહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજ અને અન્ય તમામ સરકારી હોસ્પિટલોમાં પેરામેડિકલ, વહીવટી સ્ટાફ, વર્ગ-૩ અને વર્ગ – ૪ નાં કર્મચારીઓની સેવાઓ મેનપાવર આઉસોર્સિંગ સેવાઓ એજન્સીઓ મારફતે લેવામાં આવી રહી છે. જેને સપ્ટેમ્બર-૨૦૨૧ સુધી લંબાવી શરતી મંજૂરી આરોગ્ય કમિશનર દ્વારા આપવામાં આવી છે. તે મુજબ આ સમયગાળા દરમિયાન તમામ કેડરમાં સર્વિસ ચાર્જ પાંચ ટકાનો રાખવાનો રહેશે. આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર બાયોમેટ્રિક એટેન્ડર સિસ્ટમ પધ્ધતિથી હાજરી મુજબ કરવાના રહેશે. તેમના પગારની ચુકવણી બેન્ક મારફતે એસ્ક્રો એકાઉન્ટ થકી જ કરવાનો રહેશે. કર્મચારીઓના પગારની રકમ,બોનસ,રજા પગાર, સ્પેશિયલ એલાઊંન્સ પણ જમાં કરાવવાના રહેશે.એજન્સીએ કર્મચારીનાં ઈ.પી. એફ, ઇ.એસ. આઇ. સી. અને જી.એસ. ટી. ભરેલા ચલણની નકલ રજૂ કરે તે પછી જ પાંચ ટકા સર્વિસ ચાર્જ ચૂકવવાના રહેશે તેવી તાકીદ કરાઇ છે.આઉટસોર્સિંગ કર્મચારીઓના અધિકારો માટે હમેશાં આંદોલન ચલાવતા ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખે આરોગ્ય કમિશનરનાં આદેશને કારણે કર્મચારીઓને વાર્ષિક ૨૦ થી ૨૫ હજારનો ફાયદો થશે.તેમજ, ઉપરોક્ત આદેશને કર્મચારીઓની જીત થઇ હોવાનું જણાવ્યું છે.