GJ-01 AMCમાં વિપક્ષના નેતાના પદ માટે કોંગ્રેસના બે જૂથ આમને સામને

Spread the love

લોકશાહીમાં પ્રજાનો અવાજ બનવા માટે વિપક્ષ હોય છે પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષ તરીકે ક્યાંય દેખાતું નથી. તેવી જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો વિપક્ષના નેતા જ નક્કી નથી. ૫ ઓગસ્ટના રોજ યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરો ક્રોસ વોટિંગ કરે તેવી પુરી શકયતા છે. જેનું મુખ્ય કારણ વિપક્ષ પદના નેતા નક્કી કરવામાં આવ્યા નથી. વિપક્ષ નેતા પદને લઇ કોંગ્રેસના જ બે જૂથ આમને સામને આવી ગયા છે. એક જૂથના ૧૫ કાઉન્સિલરોએ પોતાની સહી સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી રજૂઆત કરી છે કે યુવા કાઉન્સિલરને વિપક્ષ નેતા તરીકે બેસાડવામાં આવશે તો અમે રાજીનામાં આપી દઈશું.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ પદ માટે હવે આંતરીક જૂથવાદ ચરમસીમાએ છે અને આગામી કોર્પોરેશનની સ્કૂલબોર્ડની ચૂંટણીમાં તેનો પડઘો પડી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોની જેમ હવે કોંગ્રેસના કાઉન્સિલરો પણ આગામી દિવસોમાં રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના અમદાવાદના ૧૫ કાઉન્સિલરો દ્વારા પ્રદેશ પ્રમુખને પત્ર લખી જાણ કરી છે કે કોંગ્રેસના યુવા કાઉન્સિરને વિપક્ષ નેતાનું પદ આપવામા આવે નહી. ૨૪ કાઉન્સિલરમાંથી ૨૩માંથી કોઈપણ કાઉન્સિલર બનશે તો વાંધો નહિ પરંતુ તેમને વિપક્ષના નેતા ન બનાવવા રજુઆત કરાઇ છે.

૫ ઓગસ્ટના રોજ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કિરણ ઓઝા (પ્રજાપતિ )ને ઉભા રાખવામાં આવ્યા છે. ચૂંટણી જીતવા માટે ૧૬ જેટલા કાઉન્સિલરોના મત જોઇએ. વિપક્ષ પદના નેતાને લઈ કેટલાક કાઉન્સિલરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારતા કોંગ્રેસમાં દોડધામ મચી ગઇ છે. જો કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરો મત નહી આપે અને ક્રોસ વોટીંગ કરશે તો સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં AIMIMને ફાયદો થશે.

સ્કૂલબોર્ડમાં ૧૨ સભ્યો માટે ભાજપે ૧૧ સભ્યો મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે ૧ અને એઆઇએમઆઇએમએ ૧ સભ્યને ઉતાર્યા છે, જેમાં જનરલની ૮ બેઠકો માટે ૯ જેટલાં ફોર્મ આવ્યા હોવાથી રસાકસીની શક્યતા છે. ભાજપ તરફે ભરાયેલા ૧૧ ફોર્મમાં સ્કૂલબોર્ડના ચેરમેનપદે વિપુલ સેવકની નિમણૂકની શક્યતા જાેવાઇ રહી છે, જ્યારે મ્યુનિ. સંચાલિત સ્કૂલબોર્ડમાં ૧૨ સભ્યોની નિમણૂક માટે આગામી ૫મી ઓગસ્ટે મતદાન થનાર છે. કોંગ્રેસ,એઆઇએમઆઇએમ બંનેએ પોતાના ઉમેદવાર ઊભા રાખતાં આખરે ચૂંટણીમાં રસાકસીની શક્યતા છે. એઆઇએમઆઇએમના પ્રમુખ શાબિર કાબલીવાલાએ કોર્પોરેશનમાં પોતાના ૭ સભ્યો હોવા છતાં એક ઉમેદવાર ઉભો રાખીને કોંગ્રેસની આંતરિક રાજનીતિને ગરમાવો આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com