જુલાઈમાં થયેલા નીટ પ્રોટેસ્ટ બાદ જે રીતે Gen Z નામ ચર્ચામાં છે તેને જોતા હવે દરેક રાજકીય પક્ષ Gen-Zને સાંધવા માટે રણનીતિ તૈયાર કરતા જોવા મળી રહ્યા છે. ભાજપે પણ વર્ષ 2027માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને 2029માં લોકસભા ચૂંટણી માટે અત્યારથી કમર કસી છે. પાર્ટીનું પૂરેપૂરું ફોકસ Gen-Z મતદારો પર છે. જેને જોતા ભાજપના અધ્યક્ષ નીતિન નબીને શનિવારે સવારે પાર્ટી ઓફિસમાં લગભગ 45 નેતાઓ સાથે મુલાકાત કરી.
આ બેઠક એટલા માટે પણ ખાસ હતી કારણ કે 29 ઓગસ્ટના રોજ જ નેશનલ સ્પોર્ટ્સ ડે પણ ઉજવાય છે.
ભાજપે આ બેઠકમાં દેશભરમાંથી 45 નેતાઓને બોલાવ્યા હતા. એટલે કે દરેક રાજ્યમાંથી 2 કે 3 નેતાઓ. જેમાં કેન્દ્રીય મંત્રી, સાંસદ, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી, વિધાયક અને રાજ્યમંત્રી સામેલ હતા. આ બેઠકનો એક જ એજન્ડા હતો કે કઈ રીતે Gen Z મતદારો સાથે કનેક્ટ કરવામાં આવે. તેમના મુદ્દાઓને સમજવામાં આવે અે તેમને આગામી ચૂંટણીઓમાં પોતાની સાથે લેવાય?
પાર્ટીએ આ માટે એવા નેતાઓનો પણ સંપર્ક કર્યો છે જેમણે રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા ભજવતા પહેલા ભાજપની યુવા રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં પૂનમ મહાજન, તેજસ્વી સૂર્યા અને પંકજા મુંડે પણ સામેલ છે. દાર્જિલિંગના સાંસદ રાજૂ બિસ્તા, અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા ખડસે જેવા યુવા નેતાઓને પણ તેમાં સામેલ થવાનું કહેવાયું છે.
રવિ કિશનનું Gen-Z સાથે જોડાણ
રવિ કિશનને આમાં સામેલ કરવા એ ખાસ છે કારણ કે ભાજપનું માનવું છે કે તેમના કેટલાક નેતાઓનો Gen-Z સાથે એક સ્વાભાવિક સાંસ્કૃતિક જોડાણ છે જેને પરંપરાગત રાજનીતિક વાતચીત દ્વારા બનાવી શકાય નહીં. રવિ કિશનના મામલામાં આ એક સટીક ઉદાહરણ બન્યું છે. હાલમાં જ સીજેપીના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ યુવા યૂઝર્સ વચ્ચે તેમની જૂની ફિલ્મોની ક્લિપ, ડાયલોગ અને ડાન્સ મૂવ્સ ફરીથી લોકપ્રિય થયા છે. અનેક ક્લિપ્સના મીમ્સ અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ તરીકે ઉપયોગ થયો છે. ભાજપ માટે આવા અવસરો પરંપરાગત ભાષણો અને પ્રચાર સામગ્રીથી આગળ જઈને રાજકીય વાતચીત કરવાની તક આપે છે.
પાર્ટીનો મોટો હેતુ એવા નેતાઓની ઓળખ કરવાનો છે જે યુવા ભારતીયોની ભાષા સમજી શકે અને તેમના પ્લેટફોર્મ્સ પર વાત કરી શકે જ્યાં તેઓ અસલમાં પોલિટિકલ અને કલ્ચરલ કન્ટેન્ટ જુએ છે.
Gen Zના મુદ્દાઓ પર વાત
આથી એવી અપેક્ષા છે કે આ બેઠક પાર્ટીની યુથ વિંગ પર થનારી સમાન્ય ચર્ચાઓથી આગળ જશે. તેમાં યુવા વોટર્સને શું પ્રેરિત કરી રહ્યું છે, કયા મુદ્દાઓ તેમની પોલિટિકલ પસંદ નક્કી કરે છે અને ભાજપ તેમના માટે વધુ અસરકારક કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી કેવી રીતે બનાવી શકે તેના પર ભાર મૂકાશે. આ બેઠક ભાજપ સંગઠન માટે મહત્વની બની રહી. આ બેઠક પાર્ટીમાં હાલમાં થયેલા ફેરફાર બાદ અને સોશિયલ મીડિયા દ્વારા યુવા ભારતીયો સાથે સીધા જોડાવવા પર નવેસરથી ભાર મૂકાવા વચ્ચે થઈ.
પીએમ મોદીએ હાલમાં જ એ વાત પર ભાર મૂક્યો છે કે સરકાર અને પાર્ટીએ ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા યુવાઓ સુધી પોતાની પહોંચ મજબૂત કરવાની જરૂર છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીઓનું સોશિયલ મીડિયા ઓડિટ કરાયું જેનો હેતુ એ જાણકારી મેળવવાનો હતો કે સરકારના સભ્યો ઓનલાઈન કેટલી અસરકારક રીતે વાતચીત કરી રહ્યા છે.
ભાજપના સોશિયલ કન્ટેન્ટનો બદલાયો અંદાજ
હવે ભાજપ Gen Z સાથે તેમની જ ભાષામાં વાત કરી રહ્યું છે.
ભાજપના ઈન્સ્ટા પેજ પર હાલમાં જ મોટું પતલું અને સ્પાઈડરમેન નજરે ચડ્યા.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર એઆઈ દ્વારા બનેલા કાર્ટુન સ્ટ્રિપ્સ દ્વારા કટાક્ષ કરાયા.
રાહુલ ગાંધી અને તેમના બહેન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીની તસવીરો પર ડાયલોગ્સ બોક્સ દેખાયા.
જેમાં એક એવી વેબસાઈટથી પરેશાન થતા દેખાડ્યા જે Gen-Z દ્વારા ભાજપ અને તેમની સરકાર વિરુદ્ધના તેમના દાવાઓ અને આરોપોને પડકારવા માટે શરૂ કરાઈ છે.
મોટુ પતલું જે પહેલા મિલેનિયલ્સની મનપસંદ કોમિક બુક હતી અને હવે Gen Alphaનો મનગમતો ટીવી શો બન્યો છે, તેમને ઉત્તર પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વખાણ કરતા દેખાડ્યા છે.
રેપર ડ્રેક પણ તેમાં જોવા મળે છે. આ સાથે જ ‘Brothaa’, ‘Delulu’, ‘Kinda Chic’ અને ‘It’s Done, Bro!’ જેવા શબ્દો અને કહેવતોનો પણ ઉપયોગ કરાયો છે. જેમાં છેલ્લાવાળાનો સંબંધ એ ઘટના સાથે છે જ્યાંથી કદાચ Gen Z પર આ ફોકસ શરૂ થયું. જુલાઈમાં કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન જેના કારણે શિક્ષણમંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. અભિનેતા સલમાન ખાને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને તેમની ભૂખ હડતાળ ખતમ કરવા માટે કહ્યું હતું – ‘it’s done bro’.
નીતિન નબીન કેમ નારાજ?
બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પાર્ટીના દિલ્હીના ત્રણ લોકસભા સાંસદોને ફટકાર પણ લગાવી. આ સાંસદોએ 1984ના શીખ વિરોધી રમખાણોના મામલે દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જનકુમારના મોત બાદ તેમના પરિવારને મળીને શોક વ્યક્ત કર્યો હતો. આ સાંસદોમાં કમલજીત સહરાવત, રામવીર સિંહ બિધૂડી અને યોગેન્દ્ર ચંદોલિયા સામેલ છે. તેમણે હાલમાં જ સજ્જનકુમારના ઘરે જઈને તેમના પરિવારના સભ્યોની મુલાકાત કરી હતી. પાર્ટી સૂત્રો મુજબ ભાજપ અધ્યક્ષે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી.

