ભ્રષ્ટાચાર મુક્ત ભારતની મોટી મોટી ગુલબાંગો વચ્ચે ભ્રષ્ટાચાર નો ભોરીંગ એટલી હદે વ્યાપેલો છે કે તેને નાથવો મુશ્કેલ છે.ભ્રષ્ટાચાર ને ઉજાગર કરતા આવા જ એક કિસ્સામાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નિયામક શ્રી હરેશ એસ લીમ્બાચીયા, વિષય નિષ્ણાંત (ગણિત) શ્રી આશિષ બોરીસાગર તથા મુખ્ય કારકુન શ્રી અશોક ચૌહાણ દ્વારા ખોટા પુરાવાઓ રજૂ કરી, માહિતી છુપાવીને સરકારી નોકરી મેળવી ગેરરીતિ આચરી હોવાથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે આશિષ કણજારીયા એડિટર પોલખોલ ટીવી દ્વારા અરજી કરવામાં આવતા પાટનગર ગાંધીનગર માં ખળભળાટ મચી ગયો છે.
અરજીમાં જણાવ્યા મુજબ પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામકશ્રી હરેશ લીમ્બાચીયા અગાઉ રાજકોટ સરકારી પ્રેસ માં ફરજ બજાવતા હત. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક( ઉત્પાદન )તરીકે ફરજ બજાવે છે.૨૦૦૯માં તેમની સરકારી નોકરીના વીઆરએસ અને પેન્શનના મોટા લાભ મેળવ્યા હોવા છતાં તેમણે સરકારમાં કે વિભાગમાં આ બાબતની જાણ નહીં કરીને નાયબ નિયામક તરીકે નો પુરો પગાર સરકારમાંથી મેળવીને છેતરપિંડી આચરીને નાણાકીય ઉચાપત કરેલ છે.આ બાબતે અરજદારે અગાઉ નોટિસ પણ આપેલ હોવાછતાંસંબંધિત કચેરી અને શિક્ષણ વિભાગ દ્વારા માત્ર વિદેશ ભાગી જવાના અને શિસ્તના ગુના હેઠળ સસ્પેન્ડ કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બાબતે તપાસ સમીતીના મુખ્ય જવાબદાર અધિકારી એ વિભાગમાં થતી ગેરરીતિ અટકાવવા માટે કોઈ તટસ્થ અને ન્યાયિક કાર્યવાહી કરી, રિકવરી માટેની કોઈ જ કાર્યવાહી કરેલ નથી. જે આ કૌભાંડી અધિકારીને ઉચાપત માંથી બચાવવાનો જ એક પ્રયાસ છે ,તેવું સાબિત થાય છે.જે ગંભીર ગુનો બને છે,એવું અરજદારનું કહેવું છે.
પાઠ્યપુસ્તક મંડળ માં વિષય નિષ્ણાંત ગણિત આશિષ બોરીસાગર દ્વારા તેઓની ભરતી સમયે ખોટા અને બનાવટી પુરાવાઓ રજૂ કરી નોકરી મેળવ્યા નું નામદાર હાઈકોર્ટના એક જજમેન્ટ દ્વારા પાઠ્યપુસ્તક મંડળ તથા શિક્ષણ વિભાગને જણાવેલ.આ બાબતે અગ્ર સચિવ શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવેલ ,છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી,એમ અરજીમાં જણાવાયું છે. પાઠ્યપુસ્તક મંડળના મુખ્ય કારકુન અશોક ચૌહાણે તેઓની ઉંમર છુપાવીને ગેરરીતિ આચરી, છેતરપીંડીથી પાઠ્યપુસ્તક મંડળમાં નોકરી મેળવી છે. જેની સામે સંબંધિત વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી એવું અરજદારનું કહેવું છે.
ઉપરોક્ત બાબતે જાે કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં નહીં આવે તો અરજદાર દ્વારા ગેરરીતિ કરવા અને છાવરવા ના ગુનાસર તમામ જવાબદારો સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.