ગુજરાતમાં ખેડૂતો ભાજપ સરકારની વ્હાલા- દવલાની નીતિથી પાયમાલઃ પરેશ ધાનાણી

Spread the love

 

         દેશમાં ક્યાંય રોજગાર મળતો નથી. રોટલાના ફાંફાં પડી રહ્યા છે. ખેડૂતો કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા છે તેનાં સંદર્ભમાં એક ગુજરાતી ટીવી ચેનલનાં માધ્યમમાંથી વિધાનસભા વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં ગરીબી હટાવવામાં નિષ્ફળ નીવડેલી ભાજપ સરકાર ગરીબોને બી.પી. એલ. કાર્ડમાંથી હટાવી રદ કરી રહી છે. કૃષિ બજેટ ઘટતું જાય છે અને કૃષિ સબસીડીઓની અંદર પણ સતત ઘટાડો થતો જાય છે. પાકવીમાં યોજના બંધ થઈ ગઈ છે અને પાક નુકશાનીના વળતર માટે પણ વ્હાલા દવલાની નીતિ થી આજનો ગુજરાતનો ખેડૂત પાયમાલ થઇ ગયો છે કૃષીનું બજેટ વધ્યું છે પણ, કૃષિ બજેટની સરેરાશ ટકાવારી ઘટતી જાય છે. સરકાર ખેતી ઉપજાે ઉપર વર્ષે ૬૦૦૦ કરોડ રૂપિયા કર ઉઘરાવે છે.૨૦૦૮ થી અત્યાર સુધીમાં લગભગ ૭૫ થી ૮૦ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના પરસેવાની કમાણી માંથી કર રૂપે સરકારની તિજાેરીમાં ભરાયા છે. જેટલી કૃષિ ઉપજ ઉપર વેટ અને જી એસ ટી નાં નામે કર ઉઘરાવ્યો, એટલા રૂપિયા કૃષિ વિભાગનાં બજેટમાં ફાળવ્યા હોય તો હું જાહેરજીવન છોડવા તૈયાર છું. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતુ કે સરકાર એક હાથે કર ઉઘરાવે છે એટલા રુપિયા પણ કૃષિ ક્ષેત્રની પાછળ રોકાણ કરતી નથી. ભાજપ સરકારની નિષ્ફળ નીતિઓને કારણે ખેડૂતો ચારગણા દેવાના બોજ નીચે ભાજપનાં પાપે દબાયા છે. ખેડૂતનો દિકરો કર સ્વરૂપે સરકારની તિજાેરીમાં ચુકવણી કરે છે તેની સામે મોંઘા ખાતર, બિયારણ,દવા,ઓજાર, જંતુનાશક દવાઓ તેના પર આકરા કર વેરાના કારણે ખેડૂતોનો ખર્ચ બમણો થતો જાય છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ગ્રાહકોને બજારમાં કઇ સસ્તું મળતું નથી. તો પછી વચ્ચેની મલાઈ કોણ તારવી જાય છે? તેવો આક્ષેપ ધાનાણી એ કર્યો હતો.ભાજપે ખેડૂતોને સપનાં દેખાડ્યા હતા કે ભાજપની સરકાર આવશે તો ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે ત્યારે ખેડૂતોના પોષણ ક્ષમ ભાવના અભાવે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. આકરા કરવેરાના કારણે ખર્ચ બમણો થઈ ગયો અને દેવું ચાર ગણું વધી ગયુ છે. દેવાના બોજ નીચે દબાયેલા ખેડૂતોને ક્યાંક સરળતાથી સસ્તું ધિરાણ મળવું જાેઈએ. ઝીરો ટકા વ્યાજની જાહેરાત સામે સરકાર બેન્કોને વ્યાજની ચુકવણી કરતી નથી. બેંકો મંડળીઓને વ્યાજની ચુકવણી કરતી નથી અને મંડળીઓ પણ ખેડૂતોને એનો લાભ સીધો આપતી નથી. એ જમીની હકીકત છે. મોંઘી વીજળી ગુજરાતના ખેડૂતોને ખરીદવી પડે છે અને મોંઘા સિંચાઇના દરનો ભાર ગુજરાતના ખેડૂત પર છે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કર્યાં એ ઉપકાર નથી કર્યો પરંતુ, જગતનાં તાતને જીવાડવાનો પ્રયાસ કર્યો છે યુ પી એ ની મનમોહન સિંહ સરકારે ૭૨૦૦૦ કરોડનું ખેડૂતોનું દેવું માફ કરયુ હતું. ૨૦૧૬માં ૧૧૩૭૦ ખેડૂતોએ દેવાના કારણે આત્મહત્યા કરી છે. દેશમા ૮૦ ટકા ખેડૂતો બેન્ક લોન ન ભરી શકતા આત્મહત્યા કરે છે.દેશના ૫૮ ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com